________________
શ્રી કેશિ ગણધરે કહ્યું. “હારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તને કહેવા આવી નહીં. તથા હાર પિતા પણ નરકની ઘેર વેદનાથી આકુળ હેવાથી અહિં આવી શકે નહીં. અરણીના કાકની અંદર અગ્નિ છતાં તેને ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તે પણ તેમાં અગ્નિ દેખાય એમ નથી. તેમજ શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરે, તો પણ તેમાં જીવ ક્યાં છે? તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તળો, તથાપિ તેલમાં રતિભાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તળશે, તે તેલમાં કાંઈ ફેર જણાશે નહીં. કોઠીની અંદર પૂરે માણસ અંદર શંખ આદિ વગાડે તે શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ કયે માર્ગ બહાર આવ્યો? તે જણાય નહીં. તેમજ કુંભીની અંદર પૂરેલા માણસનો જીવ શી રીતે બહાર ગયો ? અને કુંભની અંદર થએલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા ? તે પણ જણાય નહીં.”
એવી રીતે શ્રી કેરિ ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે દેશી રાજાએ કહ્યું. “આપ કહે છે, તે વાત ખરી છે, પણ કુળપરંપરાએ આ વેલું નાસ્તીકપણું શી રીતે જાય ?” શ્રી કેશિ ગણધરે કહ્યું. “જેમ કુળપરંપરાથી આવેલાં દારિદ્ર, રાગ, દુઃખ આદી મૂકાય છે, તેમ નાસ્તિકપણું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થા. તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી. તેણે પરપુરૂષને વિષે આસક્ત થઈ એક દિવસે પૈષધને પારણે પ્રદેશ રાજને ઝેર ખવરાવ્યું. તે વાત તુરત તે રાજાના ધ્યાનમાં આવી, ને તેણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રિના વચનથી પોતાનું મન સમાધિમાં રાખ્યું, અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવકે આંભ વિમાનની અંદર દેવતા થયે. વિષપગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ, અને બીકથી જંગલમાં નાસી ગઈ, અને ત્યાં સર્પના દંશથી મરણ પામી નરકે પહોચી. એક વખતે આમલકલ્પા નગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યભ દેવતા ડાબા તથા જમણે હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી
૨૨૧