________________
પચ્ચખાણ કરવું. કર્યું છે કેઃ—પોતે જે પહેલાં પચ્ચખાણ કર્યું હોય. તેજ અથવા તેથી વધારે ગુરૂ સાક્ષિએ ગ્રઋણુ કરવુ. કારણ કે, ધર્મના સાક્ષી ગુરૂ છે. ધર્મકૃત્ય ગુરૂ સાક્ષિએ કરવામાં એટલા લાભ છે. એકા “TT સદ્દિો દુ ધમ્મો ' ( ગુરૂ સાક્ષિએ ધર્મ હાય છે.) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજો, ગુરૂના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયેાપશમ થાય છે. ત્રીજો, પૂર્વે ધાર્યું હોય તે ક રતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે. એ ત્રણ લાભ છે. શ્રાવકપ્રપ્તિમાં કહ્યું છે કે—પ્રથમથીજ પચ્ચખાણ વગેરે લેવાના પરિણામ હોય, તે પણુ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દૃઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષયેાષામની વૃદ્ધિ થાય છે. એમજ દિવસના અથવા ચાતુમાસના નિયમ આદિ પણ યાગ હાય તે। ગુરૂ સા ક્ષિએજ ગ્રહણ કરવા.
અહિં, પાંચ નામાદિ બાવીસ મૂળદાર તથા ચારસે બાણું પ્રતિદ્વાર સહિત દાદવર્તી વદનને વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદાર અને તેવુ પ્રતિદ્રાર સહિત પચ્ચખાણુ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવા, પચ્ચખાણુનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
હવે પચ્ચખાણના ફળ વિષે કહીએ છીએ, ધમ્મિલ કુમાર્ છ માસ સુધી આંબિલ તપ કરી મ્હાટા બેટીઓની, રાજાઓની અને વિદ્યાધરાની ખત્રીશ કન્યા પરણ્યો, તથા ઘણી શુદ્ધિ પામ્યા. એ ઈહલેાકમાં ફળ જાણવું. તથા ચાર હત્યા આદીનેા કરનાર દૃઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુક્તિ જનારા થયે।. એ પરલોકનું ફળ જોવું. કહ્યું છે કે—પચ્ચખાણ કરવાથી આશ્રવ દ્વારના ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાના ઉ અેક થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી માણસાતે ધણા ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચખાણથી ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કર્મને વિવેક થાય છે. કર્મના વિવેકથી અપૂર્વક મળે છે. અપૂર્વકરણની પ્રાપ્તિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય સુખનું દાતાર એવું મળે છે.
પછી શ્રાવકે સાધુ સાધ્વી આદી ચતુર્વિધ સધને વંદન કરવું. જિન
૨૧૮