________________
આદી લોકોની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થીત કરી દેવું, એમ ન કરે તો દેષ લાગે. તીર્થ આદી સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, ધજાપણ, પહેરામણી આદી અવશ્ય કરવા ગ્ય ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું.
ઉપર કહેલાં ધર્મક ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કેઈએ ધમંકોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે, તે મહાપૂજા, ભેગ, અંગપૂજા આદી કૃત્યમાં સર્વની સમક્ષ જૂદુ વાપરવું. જ્યારે ઘણું ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંધપૂજ આદી કૃત્ય કરે, ત્યારે જેને જેટલે ભાગ હોય, તેને તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તો પુણ્યનો નાશ, તથા ચોરી આદી દોષ માથે આવે. તેમજ માતા પિતા આદી લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે, ત્યારે જ તેના પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરૂ તથા સાધમક વગેરે સર્વ લોકોની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેને તમે અનુમોદના આપે.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ લોકો જાણે એવી રીતે ખરચવું. પિતાના નામથી તે દ્રવ્યને વ્યય કરે તે પુણ્યને સ્થાનકે પણ ચેરી આદી કર્યાનો દોષ આવે. પુણ્યસ્થાનકે ચોરી વગેરે કરવાથી મુનિરાજને પણ હીણતા આવે છે. કહ્યું છે કેજે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ એની ચોરી કરે તે કિબિપી દેવતાનું આયુષ્ય બધે.
મુખ્યવૃત્તિએ વિવેકી પુરૂષે ધર્મખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સજાતું હોય, તેને આશ્રય આપવામાં બહુ લાભ દેખાય છે. કોઈ શ્રાવકજ માઠી અવસ્થામાં હેય, અને તેને જે તે દ્રવ્યથી સહાધ્ય કરાય, તે તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે. લૈકિકમાં પણ કહ્યું છે કેહે રાજેદ્ર ! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરૂષનું કરીશ નહીં, કારણ કે રેગી માણસને જ ઔષધ આપવું હિતકારી છે, પણ ની
૨૧૪