________________
નદી ધણી ઉંડાણમાં હતી. તેથી ઉંચી ભૂમિ ચઢવાની, અહેારાત્ર ભાર ઉપાડવાના અને આકરી સુધા તથા પીઠ ઉપર પડતા ભાર સહવાના, એવા એવા કારણુથી તે પાડાએ ગણા કાળ સુધી મહા વેદના સહન કરી. એક દિવશે નવા ખ્નાવેલા જિનમંદિરને કાઢ બધાતા હતા, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદી જોઇ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઇ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહી. પછી પૂર્વભવના પુત્રાએ જ્ઞાની ગુરૂના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીતે પાડાને છેાડાવ્યા, અને તેણે પૂર્વભવે જેટલુ દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પોતાના પિતાને રૂણમાંથી મુક્ત કયા. પછી તે પાડે। અનશન કરી સ્વર્ગે ગયા, અને અનુક્રમે મુક્તિ પામ્યા. આ રીતે દેવદ્રવ્યાઢિ આપતાં વિલંબ કરવા ઉપર રૂષભદત્ત શ્રેણીનુ ટાંત કહ્યું છે.
આમ કબૂલ કરેલુ દેવાદિ દ્રવ્ય ક્ષણમાત્ર પણ ધરમાં ન રાખવું. વિવેકી પુષ! બીજા કાનું દેવું હોય, તે પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા, તો પછી દેવાદિ દ્રવ્ય આપવાને વિલબ શી રીતે લગાડાય ? તે કારણ માટે દેવ, જ્ઞાન,સાધારણ આદી ખાતામાં, માલ, પહેરામણી વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલુ દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભોગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલુ વ્યાજ આદિ લાભ પણ શી રીતે લેવાય ? કારણ કે, તેમ કરે તેા ઉપર કહેલા દેશદિ દ્રવ્યાપભાગના દોષ માથે આવે. માટે દેવાદિકનુ દ્રવ્ય તત્કાળ આપવું, જેનાથી તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથીજ પખવાડિયાની અથવા અઢવાડિયાની મુદ્દત બાંધવી, અને મુદ્દતની અંદર ઉધરાણીની વાટ ન જોતાં પોતેજ આપી દેવું. મુદ્દત વીતી જાય તે દેવાદિ વ્યાપભાગતા દોષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉધરાણી પણ તે કામ કરનાર લેકેએ પાતાના પૈસાની ઉધરાણીની માફ્ક તાબડતાબ અને બરાબર મન તે કરવી. તેમ ન કરે. અને આળસ કરે તેા, વખતે દુદૈવના યાગથી દુર્ભિક્ષ, દેશને નાશ, દારિદ્ર પ્રાપ્તિ ઇત્યાદિક થાય, તો પછી ગમે તેટલું' કરે તેપણ ઉધરાણી ન થાય અને તેથી મ્હોટા
।
૨૦૭