________________
તૂટવા ફાટવાનો પણ સંભવ છે, તેથી ઉપભોગ કરતાં પણ અધિક ષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવો કરીને તેજ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તો તિર્યંચ નિમાં જાય. એ ઉપર એવું દષ્ટાંત છે કે – - ઈંદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતા, અને ધનસેન નામે એક ઉંદસ્વાર તેને સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઉંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારી કૂટીને પાછી લઈ જાય, તો પણ તે નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે. એમ થવા લાગ્યું ત્યારે દેવસેને તેને વેચાથી લઈને પિતાના ઘરમાં રાખી. કેઈ સમયે જ્ઞાની મુનિરાજને ઉંટડીના નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઉંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દીવો કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધુપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઉંટડી થઈ. કહ્યું છે કે–જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેથી જ પોતાના ઘરના કામ મેહથી સાધે છે, તે વારંવાર તિર્યંચપણું પામે. આ રીતે તમારે બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધથી આવેલ છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દષ્ટાંત છે.
માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દી પણ સળગાવવો નહીં. ભગવાનના ચંદનથી પિતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ ધોવાય નહીં. પિતાની મેળે નીચે પડેલી ભગવાનની ચઢાવેલી માળા આદી પણ પોતાના હાથે લેવાય છે. પરંતુ તે પ્રતિમા ઉપરથી ઉતારીને ન લેવાય. ભગવાનનાં ભેરી, ઉલરી વગેરે વાજિંત્ર પણ ગુરૂને અથવા સંધને કામે લગાડાય નહીં. છતાં કેટલાંકનો મત એ છે કે, કાંઇ તેવું જરૂરનું કામ હોય તે દેવના ભેરી આદી વાજિત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે હેટો નકરો આપ. કહ્યું છે કેજે મૂઢ પુરૂષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદી ઉપકરણ પિતાને કામે કિસ્મત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. નકરે આ
૨૦૮