________________
પીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત ભાગી તૂટી જાય તે પિતાના ગાંઠના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂ કરેલો દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલે હય, તો તે તેટલા કારણથી દેવદીપ થતું નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂકયો હોય તે, તે દેવદીપ થાય. મુખ્યમાર્ગથી તે દેવદીપને અર્થે કોડિયાં વગેરે જૂદાં જ રાખવાં, અને તેમાં પૂજાને અર્થે દીવો કર્યો હોય તે તેનાં કોડિયાં, બત્તી અથવા ઘી, તેલ પિતાને કામે ન વાપરવાં. કોઈ માણસે પૂજા કરનાર લોકોને હાથ પગ ધોવાને માટે મંદિરે જૂદું જળ રાખ્યું હોય, તે તે જળથી હાથ પગ ધોવાને કાંઈ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદી તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદી વસ્તુ પિતાની નિશાએ રાખીનેજ દેવના કામમાં વાપરવી; પણ દેવની નિશ્રાએ ન રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પિતાના ઘરમાં કાંઈ પ્રજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદી વાજિંત્ર પણ સાધારણ ખાતે રાખ્યું હોય તો તે સર્વ ધર્મમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલી તંબૂ. પડદા આદી વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સૂધી રાખી હોય તો પણ તેટલા કારણથી તે વરતુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે, મનના પરિણામ પ્રમાણભૂત છે. એમ ન હોય તે, પોતાના પાત્રમાં રહેલું નૈવેધ ભગવાન આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર, પાટ આદી વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિર્લજજ પણું વગેરે દેશની પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી. તેપણ લેકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું, અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઈને આપવું. તેમાં જે કદાચિત તે ઘરની ભીંત, કરા, આદી પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તે તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું. કારણ કે, તે લેકવ્યવહાર છે; પરંતુ જે પિતાને અર્થે એકાદ માળ નવે ચણા હેય અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું
- ૨૧૦