________________
હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે, તેથી સાધારણ દ્રવ્યને ઉપભોગ કરવાને દોષ આવે છે. કોઈ સાધર્મીભાઈ માઠી અવસ્થામાં હોય, તે તે સંધની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થ દિકને વિષે તથા જિનમંદિરમાં જ જે ઘણુ વાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપવો. થોડે નકર આપે તે સાક્ષાત દેવજ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોના રૂપાની પાટી, કળશ, પૂલ, પકવાન, સુખડી વગેરે વસ્તુ ઉજમણુમાં, નંદિમાં અને પુસ્તકપૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના ન મૂકવી. ઉજમણું આદી કૃત્યે પોતાના નામથી મહેતા આડંબરે માંડ્યાં હોય તો લોકમાં ઘણું પ્રશંસા થાય” એવી ઈચ્છાથી
ડે નકર આપીને ઘણી વસ્તુ મુકવી એ યોગ્ય નથી. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દષ્ટાંત છે જે નીચે લખ્યું છે –
કેઈ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધાર્મિક અને પિતાની મોટાઈ ઈચ્છનારી હતી. તે હમેશાં છેડે નકર આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારનાં ઉજમણ આદી ધર્મ કરે, અને કરાવે. તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરું છું.” એવી. રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી ને સ્વર્ગ ગઈ. તો પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ કાળ વય થતાં સ્વર્ગથી એવી કોઈ ધનવાન તથા પુત્ર રોહિત શેઠને ત્યાં માન્ય પુત્રી પણે ઉ. પન્ન થઈ. પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતે પરચક્રને મોટો ભય આવ્યાથી તેની માતાને સીમંતનો ઉતસવ ન થયેલ. તથા જન્મોત્સવ, છડીનો જાગરિકોસવ, નામ પાડવાનો ઉત્સવ આદી ઉત્સવ પિતાએ. મહેતા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તે પણ રાજા તથા મંત્રી આદિ મહેર લોકોના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે રત્ન જડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ એરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે મા બાપને તથા બીજા લોકોને પણે ઘણી માન્ય
૨૧૧