________________
ઘણોજ મંદમતિ હોવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણું ઉઘમ કરશે; પણ પિતાનું સર્વ દ્રવ્ય ખોઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણુ કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુણસાર પણ પિતાનું તથા પિતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જેવોજ દુઃખી થશે; તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. બંને પુત્રોને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.”
શેઠે બન્ને પુત્રોને એક પછી એક સર્વ વિધા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને અર્થે મૂક્યા. પુણ્યસાર સુખથી સર્વે વિધાઓ ભ. કર્મસારને તે ઘણો પરિશ્રમ કરે છતે એક અક્ષર પણ આવડે નહીં. ઘણું શું કહીએ! લખતાં વાંચતાં વગેરે પણ ન આવડે. ત્યારે વિદાગુરૂએ પણ “એ સર્વથા પશુ તુલ્ય જ છે.” એવો ઠરાવ કરી તેને ભ ણાવવાનું મૂકી દીધું. પછી બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા. ત્યારે મા બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બન્ને જણાને ગાજતે વાજતે પરણાવ્યા. “માંહો માંહે કલહ ન થવું જોઈએ” એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સોનૈયા જેટલે ભાગ - હેંચી આપી અને પુત્રને જૂદા રાખ્યા અને ધનાવહ શેઠ પોતાની પત્ની સાથે દીક્ષા લઈ સ્વર્ગે ગયો.
હવે કર્મસાર પિતાના સ્વજન સંબંધીનું વચન ન માનતાં પોતાની કુબુદ્ધિથી એવા એવા વ્યાપાર કરવા લાગે છે, જેમાં તેને પૈસે ટકે નુક. શાનજ થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર કોડ સેનૈયા તે બે બેઠો. પુણ્યસારના બારકોડ સેનયા તે ચોરોએ ખાતર પાડીને લૂંટી લીધા. બને ભાઈ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું. બન્ને જણની સ્ત્રીઓ અન્ન વસ્ત્ર પણ ન મળવાથી પિતાને પિયર ગઈ. કહ્યું છે કે—ક ધનવંત પુરૂષની સાથે પિતાનું મોટુંજ સગપણ જગમાં દેખાડે છે, અને કે નિર્ધન પુરૂષની સાથે ખરેખર અને નજીકનું સગપણ હેય તો પણ તેથી શરમાય છે. ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરૂષને પણ તેના પરિવારના લોકો નિર્ગુણ માને છે, અને ચતુ. રતા આદિ ખોટા ગુણેની કલ્પના કરીને પરિવારના લોકો ધનવાન પુરૂષનાં
૨૦૨