________________
તામાં આપ, અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે હારૂં દુષ્કર્મ ટળશે, તથા પરિપૂર્ણ ભોગ, રૂદ્ધિ અને સુખનો લાભ થશે ” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરૂ પાસે નિયમ લીધે કે, “મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજોરગુણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મહારાથી ન અપાય, ત્યાં સુધી અન્ને વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યને સંગ્રહ ન કર.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરૂની સામે આદર્યો. તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો. તે સર્વમાં તેને બહુ દ્રવ્યનો લાભ થયો. જેમ જેમ લાભ થશે, તેમ તેભ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતો ગયો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસ લાખ કાંકિણ તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના રૂણમાંથી છૂટયા પછી ઘણું દ્રવ્ય ઉપાજીને તે પિતાને નગરે આવ્યું. સર્વે મોટા શેઠોમા શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય છે. પછી તે પોતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરોની સાર સંભાળ પિતાની સર્વ શક્તિથી કરે, દરાજ મહેદી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાજીને છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ ગીતાર્થ થઈ યથાયોગ્ય ઘણી ધર્મદેશના આદિ દેવાથી જિનભકિત રૂ૫ પ્રથમ સ્થાનકની આરાધના કરી, અને તેથી પ બાંધેલું જિનનામકર્મ નિકાચિત કર્યું. તે ઉપરાત સર્વાર્થસિદ્ધ મહા વિમાને દેવતાપણું તથા અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની રૂદ્ધી ભોગવી સાગર શ્રેષ્ઠીનો જીવ નિપુણ્યક સિદ્ધ થશે. એવી રીતે દેવદ્રવ્ય ઉપર સાગર એટીની કથા કહી. " હવે જ્ઞાનદ્રવ્યના અને સાધારણ દ્રવ્યના વિષયમાં દષ્ટાંત કહીએ છીએ. ભગપુર નગરમાં ચોવીસ કેડ સેનઈયાનો ધણી ધનાવહ નામે શેઠ હતા, તથા ધનવતા નામે તેની સ્ત્રી હતી. તે સ્ત્રી ભર્તારને કર્મસાર અને પુણ્યસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા. એક દિવસે ધ. નાવહ શ્રેણીઓ કોઈ નિકિતિયાને પૂછયું કે, “હારા બને પુત્રો આગળ જતાં કેવા નીવડશે?” નિમિત્તિયાએ કહ્યું. “કર્મસાર જડ સ્વભાવનો અને
૨૦૧