________________
કરતાં શ્રેષ્ઠ પૂજા કરવાની સામગ્રી ન હોય તે, તે પૂજા દૂર ન કરવી. કારણ કે, તે (પહેલી) સુંદર પૂજાના દર્શનથી ભવ્ય ને થનારા પુશ્યાનુબંધિ પુણ્યના અનુબંધને અંતરાય કરવાનો પ્રસંગ આવે. માટે પહેલી પૂજા ન ઉતારતાં પોતાની પાસે રહેલી સામગ્રીથી પહેલી પૂજા વધારવી. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે–જો પૂર્વે કોઈએ સારે દ્રવ્ય વ્યય કરીને પૂજા કરી હોય, તે તેજ (પહેલી) પૂજા જેમ વિશેષ શોભા આપનારી થાય, તેમ પિતાની પૂજા સામગ્રી વાપરીને કરવું. એમ કરે તો પહેલી પૂજા નિમૂલ્ય પણ ગણાય નહીં કારણ કે, ત્યાં નિર્માલ્યનું લક્ષણ આવતું નથી. ગીતાર્થ આચાર્યો ઉપભોગ લીધાથી નિરૂપયોગી થએલી વસ્તુને નિર્માલ્યા કહે છે. એ માટે જ વસ્ત્ર, આભરણ, બે કુંડલ જેવી ઘણી વસ્તુ એક વાર ઉતારેલી ફરીથી જિનબિંબ ઉપર ચઢાવે છે. એમ ન હોય તે એક ગંધકાયાયિકા વસ્ત્રથી એક આઠ જિન પ્રતિમાની અંગતૂહણ કરનારા વિજયાદિક દેવતાનું વર્ણન સિદ્ધાંતમાં કર્યું છે તે શી રીતે ઘટે? જિનબિંબ ઉપર ચઢાવેલી જે વસ્તુ ફીકી, દુર્ગધી, જેનારને શોભાકારી ન લાગે, તથા ભવ્ય જીવના મનને હર્ષ ન ઉપજાવે એવી થઈ ગઈ હોય, તેને જ બહુ શ્રતના જાણુ પુરૂષો નિર્માલ્ય કહે છે. એમ સંઘાચારવૃત્તિમાં કહ્યું છે. પ્ર. ધુમસૂરીએ કરેલા વિચારસાર પ્રકરણમાં તે એવી રીતે કહ્યું છે. ચૈત્યદ્રવ્ય (દેવદ્રવ્ય) બે પ્રકારનું છે. એક પૂજાદ્રવ્ય અને બીજું નિર્માલ્ય - વ્ય. પૂજને અર્થે જે લાવીને દ્રવ્ય એકઠું કરેલું હોય તે પૂજાદ્રવ્ય જાણવું. અને અક્ષત, ફળ, બલિ (સુખડી વગેરે ) વસ્ત્ર પ્રમુખ સંબંધી જે દ્રવ્ય, તે નિર્માલ્ય દ્રવ્ય કહેવાય તેને જિનમંદિરને વિષે ઉપયોગ જાણ છે. આ વચનમાં પ્રતિમા આગળ ધરેલા ચોખા આદિ દ્રવ્યને પણ નિર્માલ્યપણું કહ્યું છે. પણ બીજે ઠેકાણે આગમમાં, પ્રકરણમાં અથવા ચરિત્રાદિકમાં કઈ સ્થળે એ વાત જણાતી નથી. સ્થિવિરને સંપ્રદાયાદિકથી પણ કોઈ ગ૭માં એ પ્રકાર જણ નથી. વળી જે ગામડા આદિકમાં લાવેલા દ્રવ્ય પ્રાપ્તિનો ઉપાય નથી હોતો, ત્યાં પ્રતિમા આગળ ધરેલા ઓખા આદિ વસ્તુના દ્રવ્યથી જ પ્રતિમા પૂજાય છે. જે ચેખાદિક નિર્માલ્ય હેત તે તેથી પ્રતિમાની પૂજા પણ કેમ થાય ? માટે ઉપભોગ
૧૩૮