________________
એવી તે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસે પરણેલી રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણી વર્જીને બાકી સર્વે રાણીઓ જગતને આનંદકારી પુત્રના લાભથી ચિત્તમાં સંતોષ પામી. પુત્ર ન હોવાથી વંધ્યા જેવી પ્રીતિમતી રા મનમાં ઘણોજ ખેદ પામી. પંકિતભેદ સહન કરવો કઠણ છે, અમે તેમાં પણ પ્રમુખ માણસને જે પક્તભેદ થાય તો તેનાથી તે સહન કરાય એ ઘણીજ કઠણ વાત છે અથવા જે વસ્તુ દેવના આધીનમાં રહીં, તે વસ્તુની બાબતમાં મુખ્ય, અમુખ્યનો વિચાર કરવાથી શું લાભ થવાને? એમ છતાં મનમાં તે વાતથી દુઃખ ધારણ કરનારા મૂઢ હૃદયવાળા કોન મૂઢતાને ધિક્કાર થાઓ. દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નીવડી, ત્યારે તે પ્રીતિમતીનું દુઃખ ઘણું વૃદ્ધિ પા
ડું ઉપાય નિષ્ફળ ઉતરે, ત્યારે આશા સફળ ન થાય એમ જાણવું. એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની પેઠે રમતું હતું, તે તેણે હાથ ઉપર લીધું. તે પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રોણીને કહ્યું કે “હે ભદ્ર! હું અહિં યથેચ્છ છૂટથી રમતો હતો, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે ? યથેચ્છ વિહાર કરનાર છોને બંધનમાં રહેવું નિરતર મરણ સમાન છે. તે પોતે વંધ્યાપણું ભેગવતી છતી પાછું વળી એવું અશુભ કર્મ કેમ કરે છે ? શુભ કર્મથી ધર્મ થાય છે, અને ધર્મથી પિતાનું વાંછિત સફળ થાય છે. પછી પીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, “હે ચતુરક્ષિતેમણે! તું મને એમ કેમ કહે છે? તને હું. લેડી વારમાં મૂકી દઉં. પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણું શુભકર્મ હું હંમેશાં કરું છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થત! પુત્ર વિના હું દુઃખી છું, તે તે શી રીતે જાણે છે, અને મનુષ્યની વાણ શી રીતે બોલે છે ?” હંસ બોલ્યો. “મહારી વાતચિત પૂછવાનું તને શું કારણ છે? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આલોકે કરેલું શુ. ભકર્મ તે વચ્ચે આવતા અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્ય જે તે
૧૭૩