________________
'
સમાધાન:—જો સાધુ રાજા, મંત્રી વગેરે પાસે માગણી કરીને ધર, દુકાન, ગામ વગેરે માંદેરી ખાતે અપાવી આદાન કર્મથી ચૈતદ્રવ્યમાં નવા ઉમેરા કરે, તેા તે સાધુને દોષ લાગે. કારણ કે, એવાં સાવધ કામ કરવાના સાધુને અધિકાર નથી. પણ કોઇ ભદ્રક જીવે ધમાલ્કિને અર્થે પૂર્વે આપેલા અથવા ખીજા ચૈત્યદ્રવ્યને વિનાશ થતા હોય તે તેનું જે સાધુ રક્ષણ કરે, તેા કાંઈ દેષ નથી. એટલુજ નહી પણ એમ કરવામાં જિનાજ્ઞાની સમ્યક્ પ્રકારે આરાધના થતી હોવાથી સાધુધર્મને ઉલટી પુથી મળે છે. જેમ સાધુ નવું જિનમંદિર કરાવે નહીં, પણ પૂર્વે કરેલા જિનમંદિરનું તેના શત્રુને યોગ્ય શિક્ષા કરી રહ્યુ કરે, તે તે સાધુને કાંઇ પ્રાયશ્ચિત્ત લાગતું નથી, અથવા સર્વ સાવધિવત રૂપ પ્રતિજ્ઞાને પણ બાધ આવતા નથી. તેમ ચૈત્યદ્રવ્યની રક્ષામાં પણ જાણવું, આગમમાં પણ એવીજ વ્યવસ્થા છે. શંકાકાર કહે છે કે—“જિનમંદિર સંબંધી ક્ષેત્ર, સુ વર્ણ, ગામ, ગાય વગેરે વસ્તુના સબંધમાં આવનાર સાધુને ત્રિકરણશુદ્ધિ શી રીતે થાય ? ઉત્તરમાં સિદ્ધાંતી કહે છે કે—“ અહિં એ વાત છે, તે સાધુ મદિર સબવી વસ્તુ પે.તે માગે તે તેને ત્રિકરણ શુદ્ધિ ન થાય, જો કાઇ એ ( ચૈત્ય સબંધી) વસ્તુ હરણ કરે, અને તે બાબતની જો સાધુ ઉપેક્ષા કરે, તે તેની ત્રિકરણ શુદ્ધિ ન થાય; એટલુજ નહિં પણ ચૈત્યદ્રવ્ય હરણાપેક્ષા રૂપ અભક્તિ પણ થાય. માટે કોઇને પણ હરણ કરતાં અવશ્ય વાવે જોઇએ, કારણ કે, સાધુને સર્વ શક્તિએ સંધની સાથેજ સબંધ છે. ચારિત્રી હોય કે અચારિત્રી હાય, પરંતુ સર્વેને સધની સાથે કાર્ય તે છેજ.
તેમજ પાતે ચૈત્યદ્રવ્ય ખાનારા, બીજા ખાનારની ઉપેક્ષા કરનારો અને અંગ ઉપર ઉધાર આપીને કવા બીજી રીતે ચૈત્યદ્રવ્યના નાશ કરનાર અથવા કિયું કામ યેાડા દ્રવ્યમાં થાય ? અને કિયા કામને ધણું દ્રવ્ય લાગે ? એ વાતની ખબર ન હેાવાથી મતિમપણાને લીધે ચૈત્યદ્રવ્યને નાશ કરનારા અથવા ખાટુ નામું લખનારા શ્રાવક પાપકમેં લોપાય છે, દેવદ્રવ્યની આવકમાં ભંગ આવે એવું કોઇ પણ કૃત્ય કરે, અથવા પેતે આપવા કબૂલ કરેલું દેવદ્રવ્ય ન આપે, તથા દેવદ્રવ્ય ભક્ષણુ કરનારની ઉ
૧૯૬