________________
વચન અનુકાનમાં અને અસંગ અનુષ્ઠાનમાં ભેદ સમજે. પ્રથમ બાલાદિકને લેશમાત્ર, પ્રીતિથી અનુષન સંભવે છે, પણ ઉત્તરોત્તર નિશ્ચયથી અધિક ભક્તિ વગેરે ગુણની પ્રાપ્તિ થાય છે, માટે પ્રીતિ ભક્તિ વગેરે ગુ
ની પ્રાપ્તિ થાય છે. માટે પ્રીતિ ભક્તિ આદિ ચારે પ્રકારનું અનુષ્ઠાન પ્રથમ ભાંગામાં કહેલા રૂપિયા સરખું નિશ્ચયથી જાણવું. કારણ કે, પૂર્વચાએ ચારે પ્રકારનું અનુષ્ઠાન મુકિતને અર્થે કહ્યું છે. બીજા ભાગમાં કહેલા રૂપિયા સરખું ધર્મનુષ્ઠાન પણ સભ્ય ધર્મનુષાઢનું કારણ હોવાથી એકાંત દૂષિત ન જાણવું. કારણ કે, પૂર્વાચાર્યો કહે કે, દંભ કેપટાદિ રહીત ભવ્ય જીવની અશુદ્ધ ધર્મક્રિયા પણ શુદ્ધ ધર્મક્રિયા આદિનું કારણ થાય છે, અને તેથી અંદર રહેલું નિર્મળ સમ્યકત્વ રૂપ રત્ન બાહ્યબળને ત્યાગ કરે છે. ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુકાન ભાયામૃષાદિ દોષ, યુક્ત હોવાથી ખોટા રૂપિયાથી વ્યવહાર કરનારની પેઠે મહાન અનર્થ ઉત્પન્ન કરે છે. એ (ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું) ધર્મનુષ્ઠાન પ્રાયે ભવાભિનંદી જીવોને અજ્ઞાનથી, અશ્રદ્ધાથી અને ભારે ચિપણથી થાય છે. ચોથા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધમાનુષ્ઠાન તે નિશ્ચ - રાધનાથી અને વિરાધનાથી રહીત છે. તે અભ્યાસ વિશથી કોઈ વખત એકાદ જીવને શુભને અર્થે થાય છે. જેમ શ્રાવકને પુત્ર કાંઈ પણ પુણ્યકર્મ કર્યા વિના કેવળ હમેશાં જિનબિંબને જોતાં જોતા મરણ પામ્યો, અને ભસ્મને ભવે ઈ ત્યાં પ્રતિમાકાર મચ્ચેના દર્શનથી સમ્યકત્વ પામે. એ ચોથા ભાગનું દષ્ટાંત જાણવું. એ રીતે દેવપૂજા આદિ ધર્મમાં એકાંતથી પ્રીતિ અને બહુમાન હેય તથા વિધિપૂર્વક ક્રિયા કરે તે ભવ્ય જીવ યોગ્ય ફળ પામે. માટે પ્રીતિ, બહુમાન અને વિધિ વિધાન ('વિધિ માફક કરવું.) એ ત્રણેને વિષે સારી પેઠે યત્ન કરવો. આ વિષય ઉપર ધર્મદત્ત રાજનું દૃષ્ટાંત નીચે આપ્યું છે – - રૂપાના જિનમંદિરથી શેભતા એવા રાજપર નગરમાં ચંદ્રમાની પેઠે શીતકર અને કુવલયવિકાસી એ રાજધર નામે રાજા હતા. જેમની પાસે દેવાંગનાઓએ પોતાની રૂપ સંપદા જાણે થાપણજ મૂકી હેયની ! ૪ કમળને ખીખવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર. *
૧૭૨