________________
તેમને વેગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે સ્વલ્પ મળે.” | કુપ રાજા એમ કહે છે, એટલામાં સર્વ લોકોને આશ્ચર્ય પમાડનાર કેઈ. ચારણ મુનિ દેવતાની પેઠે ત્યાં આકાશમાંથી ઉતર્યા. ઘણી આશ્ચર્યની વાત છે કે, આશા રૂપ વેલડી કેવી રીતે સફળ થાય છે ! કૃપ રાજા આદિ લેક મુનિરાજને બહુમાનપૂર્વક આસન દઈ, વંદના આદિ કરી પિત પિતાને ઉચિત સ્થાનકે બેઠા. પછી ધન્ય વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભટણું મૂકયું. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે, “જો તારતમ્યતાથી કોઈ પણ મનુષ્યને વિષે ઉત્કૃષ્ટપણું આવતું હોય તે તેને છેડે અરિહંતને વિષેજ આવવો યોગ્ય છે. કારણ કે, અરિહંત ત્રણે લોકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આલોક અને પરલોકે વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનુ સમાન છે. ” ભદ્રક સ્વભાવને ધન્ય, ચારણ મુનિના વચનથી હર્ષ પામ્યો, અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવાનને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું. તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે, તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયું. પછી તે ધન્ય સ્વસ્થ મન કરી ક્ષણ માત્ર શુભ ભાવના ભાવવા લાગ્યા. એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંત્રને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જોવામાં આવ્યું. તે શુભ કર્મને અનુમોદના દઈ તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજજ હેની ! એવું એક એક ઉત્કૃષ્ટ કૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક છે, શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેદને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબધી કાંઈ કાર્ય કરવું, ઇત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને જ થાય છે.
પછી પિતાના જીવને ધન્ય માનતો ધન્ય અને તે ચાર કન્યાઓ પિોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી માંડી ધન્ય ભગવાનને બનતાં સુધી દરરોજ વંદના કરવા આવે, અને એવી ભાવના ભાવે કે, “રાંક જાનવરની પેઠે અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ જેનાથી ભગવાનને વાંદવા
૧૭૮