________________
ને નિયમ પણ લેવાતો નથી, એટલે હું તેને ધિક્કાર થાઓ.” હશે, કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેણી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવકધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સંધર્મ દેવલોકે ગયા. ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સીધમ દેવલે કે મહર્દિક દેવતા થયો; અને તે ચારે માળીની કન્યાઓ તેને (ધન્યના) મિત્રદેવતા થઈ. કુપ રાજાને જીવ દેવલોકથી એવી જેમ સ્વર્ગમાં દેવતા એનો રાજા ઈંદ્ર છે, તેમ વૈતાદ્રશ્ય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભ નગરમાં તે ચિત્રગતિ નામે વિધાધરનો રાજા થયો. મંત્રીનો જીવ દેવલોકથી એવીને ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર થયો. તેની ઉપર માતા પિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યા. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ વન અવસ્થામાં આવી એક વખતે રાજ્યના ઘણું લેભથી પિતાના બાપને મારી નાંખવા માટે મજબૂત અને ગુપ્ત વિચાર કર્યો. તેમાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ! સારા દેવગથી ગોત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગ તિને કહ્યું. એકાએક ઘણે ભય આવવાથી ચિત્રગતિ તેજ સમયે ઉજ્વલ વૈરાગ્ય પામે, અને વિચાર કરવા લાગ્યો કે, “હાય હાય! હવે હું શું કરું ? કોને શરણ જાઉં? કોને શું કહું ? પૂર્વભવે પુણ્ય ઉપાર્યું નહીં, તેથી પિતાના જ પુત્રથી મ્હારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યો, તો હજી પણ હું ચેતી જઉં.” એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તેજ વખત પંચમુષ્ટિ લોચ કર્યો. દેવતાઓએ આવી સાધુનો વેવ આવે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યો. પછી પશ્ચાતાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબંધ વિહાર કર્યો. સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવવિજ્ઞાન અને તેની પછવાડે તેની પધથીજ કે શું! મન:પર્યવ જ્ઞાન પણ ઉત્પન્ન થયું.
૧૭૮