________________
( ચિત્રગતિ મુનિ રાજા પ્રત્યે કહે છે કે,) તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારે મેહ દૂર કરવા માટે અહિં આવ્યો. હવે બાકી સમગ્ર સંબંધ કહું છું. વસુમિત્રનો જીવ દેવકથી ચ્યવીને તું રાજા થયે, અને સુમિત્રને જીવ ચવીને હારી પ્રીતિમતી નામે રાણ થયો. એ રીતે તમારી બન્નેની પ્રીતિ પૂર્વભવથી દઢ થએલી છે. પિતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણે જણાવવાને અર્થે કોઈ કોઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રી પણું પામે. ઘણી ખેદની વાત છે કે, સમજુ મનુબે પણ પિતાનું હિત અને અહિત જાણવામાં મુકાઈ જાય છે. “મહારા કરતાં પહેલાં
દ્વારા ન્હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ભવમાં ઘણા વખત પછી પુત્ર થયો, એક વાર કોઈનું બેટું ધાર્યું હોય પણ તે પિતાનું ઘણું જ આકરૂ ફળ આપ્યા વગર રહે નહીં. ધન્યના જીવે દેવતા ના ભવમાં એક દિવસે સુવિધિ જિનેશ્વરને પૂછ્યું કે, “હું અહિંથી - વીને ક્યાં ઉત્પન્ન થઈશ?” ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા પિતા ધર્મ પામ્યા ન હોય, તે પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે? મૂળ કૂવામાં
જે પાણી હોય, તજ પાસેના હવાડામાં સહજથી મળી આવે.” એમ વિચારી પિતાને બેધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વમ દેખાડીને બોધ કર્યો. એ રીતે ભવ્ય છે દેવતાના ભવમાં છતાં પણ પરભવે બધિલાભ થવાને અર્થે ઉદ્યમ કરે છે. બીજા કેટલાએક લોકે મનુષ્ય ભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બોધિરત્નને (સમ્યકત્વને) બેઈ બેસે છે.
તે સમ્યકત્વધારી દેવતા (ધન્ય જીવ) સ્વર્ગથી અને તમારો બને જણનો પુત્ર થયો. હવે એની માતાને સારાં સ્વમ આવ્યાં અને સારા * દેહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેનો પ્રકાશ, અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વભવથી જિનભક્તિ આવેલી છે. તેથી દેહલા અને સ્વમાં સારાં આવ્યાં. ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા, ત્યારે ફરી ફરીને જિનપ્રતિમાને
૧૮૦