________________
66
પછી તે દેવ. એ ધર્મદત અદ્ભુત ભાગ્યને નિધિ ખરેા. કારણ કે, એણે મતે એ રીતે તદન વશ કરી લીધેા. ” એમ કહેતા ધર્મદત્તનું વચન સ્વીકારી તેજ વખતે ત્યાંથી તે જતા રહ્યા. પછી “ ધર્મદત્ત, મતે હવે મ્હારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે ? ” એવા વિચારમાં છે એટ લામાં તેણે પાતાને પેાતાના મહેલમાં જોયા. ત્યારે ધર્મત્તે વિચાર્યું કે, હમણાં મેં દેવતાનું સ્મરણુ નહીં કર્યું હતુ, તે પણ તેણે પોતાની શક્તિથી મને મ્હારે સ્થાનકે લાવી મૂકયા. અથવા પ્રસન્ન થએલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કહ્યુ છે? ' હવે ધર્મદત્ત રાજપુત્રે પેાતાના મેળાપથી મા બાપને, બીજા સગા વહાલાને તથા પોતાના ચાકરીને આ નઃ પમાડયા. પુણ્યા મહિમા અદ્ભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ધણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી, અને તે પછી પારણુ કર્યું. ધર્મનિષ્ટ પુરૂષોના આચાર વર્ણા આશ્ચર્યકારી હાય છે.
..
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાાએની સર્વેને ઘણી માન્ય એવી ધ ા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઇ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજી નું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચેાથીનું ધાનણી. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા. તે ચારે કન્યાએ વખત જતાં તરૂણ્યુ અવસ્થામાં આવી ત્યારે જાણે લક્ષ્મીદેવીયેજ પોતાના ચાર રૂપ બનાવ્યાં હાયની ! એ વી રીતે તેઓ દેખાવા લાગી. એક વિસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંમિાં આવી અને અરિહંતની પ્રતિમા જેને જાતિસ્મરણુ જ્ઞાન પામી. તેથી “ જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભોજન કરવું ન ક૨ે ” એવા નિયમ લઇ હંમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાએ એક દિલ થઇ એવા નિયમ કર્યો કે, આપણા પૂર્વ ભવને મિલાપિ ધનને મિત્ર જ્યારે મળે ત્યારે તેનેજ આ પણે વરીશું. અને ખીજા કાને વરીશ નહી તે જાણી પૂર્વે દેશના રાજાએ પોતાની પુત્રી ધર્મરતિને અર્થે મ્હોટા સ્વયંવર મંડપ કરાવ્યા, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ
"6
૧૮૪