________________
ઓ જિનભક્તિથી ગણધર કર્મ બાંધીને તેજ દેવલોકે ગઈ. પછી ધર્મદતને જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી અવ્યો. ધર્મદત્તનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થશે. અને ત્યારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામગોત્ર વેદીને અનુક્રમે ગણધર સહિત મુકિતએ ગયે. આ ધર્મદત્ત અને ચારે રાણીઓનો રોગ કે આશ્ચર્યકારી છે? સમજુ છવોએ આ રીતે જિનભક્તિનું એશ્વર્ય જાણી ધર્મદત રાજાની પેઠે જિનભક્તિ તથા બીજાં શુભ કૃત્ય કરવાને અર્થે હ. મેશાં તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ મળે પ્રાપ્ત થાય છે અને તે ઉપર આ ધર્મદા રાજાની કથા છે.
મૂળગાથામાં “વિક ચિંતા” એટલે “ઉચિત ચિંતા કરવાને તપર” એમ કહ્યું છે. માટે ઉચિત ચિંતા તે શું ? તે કહે છે. જિનમંદિરમાં સફાઈ રાખવી; જિનમંદિર અથવા તેને ભાગ પડી જતો હોય તે તુરત દુરસ્ત કરાવશે; પૂજાનાં ઉપગરણ ખૂટતાં હોય તે પૂરાં પાડવાં; ભગવાનની તથા પરિવારની પ્રતિમાઓ નિર્મળ રાખવી, ઉત્કૃષ્ટી પૂજા તથા દીપાદિકની ઉત્કૃષ્ટ શોભા કરવી, ચોરાશી આશાતનાઓ ટાળવી, ચોખા, ફળ, નૈવેદ્ય આદિની સિદ્ધતા કરી, ચંદન, કેશર, ધપ, દી, તેલ એટલી વસ્તુને સંગ્રહ કરે, દેરાસરના પૈસાનો નાશ થતો હોય તો આગળ કહે વાશે તે દૃષ્ટાંત માફક તેની રક્ષા કવી, બે ચાર સારા શ્રાવક સાક્ષી રાખાને દેવદ્રવ્યની ઉઘરાણી કરવી, ઉઘરાણીમાં આવેલું દ્રવ્ય સારે ઠેકાણે યતનાથી રાખવું, દેવદ્રવ્યના જમે ખર્ચનું નામું ચેખું રાખવું. પોતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તથા બીજા પાસે કરાવવી, મંદિરમાં કામ કરનાર લોકોને પગાર આપવો, તથા તે લોકો બરાબર કામ કરે છે કે નહીં ? તે તપાસવા માટે તેમની ઉપર દેખરેખ રાખવી, વગેરે અનેક પ્રકારની ઉચિત ચિંતા જાણવી. દ્રવ્યથી અથવા ચાકર વગેરેથી બની શકે એવાં મંદિરનાં કાર્ય દ્રવ્યવાન શ્રાવકથી વગર પ્રયાસ થાય એમ છે. તથા પિતાની અંગ મહેનતથી અથવા પોતાના કુટુંબના માણસેથી બની શકે એવાં કામ હોય તે નિર્ધન માણસથી વગર દ્રવ્ય થાય એમ છે. માટે જેની જે કરવાની જેવી શક્તિ હોય, તેણે તે કાર્યમાં તેવી ઉચિત ચિંતા કરવી.
૧૮૭