________________
વિષે રૂપા સરખું, પુરૂષના ચિત્તમાં રહેલું બહુમાન જાણવું અને સંપૂર્ણ બાઘ (બહાર રહેલી) ક્રિયા, મુદ્રા સમાન જાણવી. બહુમાન અને બાહ્ય ક્રિયા, એ બેને વેગ મળી આવે તે ખરા રૂપિયાની પેઠે સારી વંદના જાણવી. મનમાં બહુમાન છતાં પ્રમાદથી વંદના કરનારી વંદના બીજા ભાંગામાં કહેલા રૂપિયા જેવી જાણવી. કોઈ વસ્તુના લાભને માટે સંપૂર્ણ બાહ્ય ક્રિયા સાચવીને પણ વંદના કરનારની વંદના ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખી જાણવી. મનમાં બહુમાન ન હોય અને બાહ્ય ક્રિયા પણ બરાબર ન હોય તો એ તત્વથી વંદના નજ સમજવી. મનમાં બહુમાન રાખનારા પુરૂષે દેશ કાળને અનુસરીને થેડી કિંવા ઘણુ વંદના વિધિથી કરવી, એ ભાવાર્થ છે. બીજું આ જિનમતને વિષે ધર્મનુષ્ઠાન ચાર પ્રકારનું કહ્યું છે. એક પ્રીતિ અનુષ્ઠાન, બીજું ભક્તિ અનુષ્ઠાન, ત્રીજું વચન અનુષ્ઠાન અને ચોથું અસંગ અનુષ્ઠાન. બાલાદિકની, જેમ રત્નને વિષે પ્રીતિ હોય છે, તેમ સરળ પ્રકૃતિવાળા જીવને જે પૂજા વંદનાદિ અનુષ્ઠાન કરતાં મનમાં પ્રીતિરસ ઉત્પન્ન થાય, તે પ્રીતિ અનુષ્ઠાન જાણવું. શુદ્ધ વિવેકી ભબે જીવને વિશેષ બહુમાનથી પૂજા વંદનાદિ અનુષ્ઠાન કરતાં જે પ્રીતિ રસ ઉત્પન્ન થાય, તે તે ભક્તિ અનુષ્ઠાન જાણવું. જેમાં પુરૂષ પિતાની માતાનું અને સ્ત્રીનું પાળણપષણ વગેરે સરખું જ કરે છે, તે પણ માતાનું પાલણાદિક બહુમાનથી કરે છે, અને સ્ત્રીનું પાલણાદિક પ્રીતિથી કરે છે. તેમ અહિં પ્રીતિ અનુષ્ઠાનમાં અને ભકિત અનુષ્ઠાનમાં પણ ભેદ જાણ. જિનેશ્વર ભગવાનના ગુણને જાણ ભવ્ય જીવ સૂત્રમાં કહેલા વિધિથી જે વંદના કરે, તે તે વચનાનુષ્ઠાન જાણવું. એ વચનાનુષ્ઠાન ચારિત્રવંત પુરૂવને નિયમથી હોય છે. ફળની આશા ન રાખનારો ભવ્ય છવ શ્રતના આલંબન વગર કેવળ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે, તે નિપુણ પુરૂષોએ અસંગ અનુષ્ઠાન જાણવું એ જિનકલ્પી પ્રમુખને હોય છે. જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડના સંગથી થાય છે, તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે. અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ભમતું રહે છે, તેમ આગમના કેવળ સંસ્કારથી આગમની અપેક્ષા ન રાખતાં અસંગ અનુકશાન થાય છે, એ રીતે આપેલા દષ્ટાંતથી
૧૭૧