________________
ની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ પામે, અને જિનભગવાનની સ્તુતિ કરતાં અનંત પુણ્ય પામે. પ્રમાર્જન કરતાં સે ઉપવાસનું, વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળા પહેરાવતાં લાખ ઉપવાસનું, અને ગીત વારિત્ર પૂજા કરતાં અનંત ઉપવાસનું ફળ પામે. પૂજા પ્રતિદિન ત્રણ ટંક કરવી. કહ્યું છે કે પ્રાતઃકાળે કરેલી જિનપૂજા રાત્રે કરેલા પાપનો નાશ કરે છે, મધ્યાન સમયે કરેલી પૂજા જન્મથી માંડીને કરેલા પાપને ક્ષય કરે છે, અને સંધ્યા સમયે કરેલી પૂજા સાત જન્મમાં કરેલાં પાપ ટાળે છે. જળપાન, આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, દાન ખેતી એ સાત વસ્તુ થોડા સમયે કરી હોય તો સારું ફળ આપે છે; તેમ જિનપૂજા પણ અવસરે કરી હોય તો તે પણ સારૂ ફળ આપે છે. ત્રિકાળ જિનપૂજન કરનાર ભવ્ય જીવ સમકિતને શોભાવે, અને શ્રેણિક રાજાની પેઠે તીર્થકર નામત્ર કર્મ બાંધે. જે પુષ્પ દોષ રહિત જિનભગવાનની ત્રિકાળ પૂજા કરે, તે ત્રીજે અથવા સાતમ આઠમે ભવે સિદ્ધિસુખ પામે. ચેસઠ ઇદ્રો પરમ આદરથી પૂજા કરે છે, તો પણ ભગવાન પૂજાતા નથી. કારણ કે, ભગવાનના ગુણ અનંત છે. હે ભગવન્! અમે તમને નેત્રથી દેખી શકતા નથી, અને સારી પૂજાથી પરિપૂર્ણ આરાધી શકતા નથી, પરંતુ ગુરૂભક્તિ રાગના વશથી અને આપની આજ્ઞા પાળવાને અર્થે પૂજાદિકને વિષે પ્રવૃતિ કરીએ છીએ. દેવપૂજાદિ શુભ કૃત્યમાં પ્રીતિ, બહુમાન અને સમ્યમ્ વિધિ વિધાન (સારી પેઠે સાચવવો). એ બનેને વિષે ખરે ખેટા રૂપિયાના દષ્ટાંતથી ચભંગી જાણવી. તે વિષે કહ્યું છે કે –
ખરૂં રૂપું અને ખરી મુદ્રા એ પ્રથમ ભાંગે જાણું. ખરૂં રૂપું અને બેટી મુદ્રા એ બીજો ભાગે જણ. ખરી મુદ્રા અને ખોટું રૂપું એ ત્રીજો ભાગ જાણ. ખોટું રૂપું અને ખોટી મુદ્રા એ ચોથે ભાંગે જાણે. એ રીતે જ દેવપૂજા આદિ કાર્યોમાં પણ સારું બહુમાન અને સારે વિધિ હોય તો પ્રથમ ભાંગે જાણું. સારું બહુમાન હોય, પણ સારે વિધિ ન હોય તો બીજો ભાંગે જાણો. સારો વિધિ હોય, પણ સારું બહુમાન ન હોય તે ત્રીજો ભાંગે જાણવો. અને સારું બહુમાન ન હોય અને સારે વિધિ પણ ન હેય તે ચોથે ભાગે જાણ. બૃભાષ્યમાં કહ્યું છે કે–આ વંદનાને
૧૭૦