________________
દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે, અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મજ જીવન આલોકમાં તથા પરકમાં વાંછિત વસ્તુનો દાતાર છે. જો જિનધર્મથી વિશ્વની શાંતિ વગેરે ન થાય, તે તે બીજા ઉપાયથી કયાંથી થવાની છે જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં, તે કાંઈ બીજા પ્રહથી દૂર થાય? માટે તું કુપથ્ય સરખા મિથ્યાત્વને છેડી દે, અને રૂડા પથ્થ સમાન અહંમની આરાધના કર. તેથી આલોકમાં તથા પરકમાં પણ હાર મરથ ફળીભૂત થશે.”
હંસ આટલું કહી પારાની પેઠે ઝટ કયાંય ઉડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણે પુત્રની આશા પાછી ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તો ધર્મ, ગુરૂ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવન એ સ્વભાવ હોવાથી પ્રીમિતી રાણીએ સદ્દગરૂ પાસેથી શ્રાવક ધર્મનો અંગીકાર કર્યો. સમ્યકત્વ ધારણ કરનારી અને વિક્રાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણી અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ. હંસની વાણીને એ કોઈ હેટો ચમત્કારી ગુણ જાણછે. હશે; એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે, “હજી પટ્ટરાણીને એક પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તો શું કડે પુત્ર છે. એમાં રાજ્યને મેગ્ય પુત્ર કોણ હશે ?” રાજા એવી ચીંતામાં છે, એટલામાં રાત્રે સ્વમમાં જાણે સાક્ષાતજ હેની ! એવા કેઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજના પિતાના રાજ્યને યોગ્ય પુત્રની તું ફેકટ ચીંતા ન કર. દુનીયામાં ક૯પક્ષ સમાન ફળ દાયક એવા એક જિનધર્મનીજ તું આરાધના કર. તેથી આ લોક પરલોકમાં હારી ઇe સિદ્ધિ થશે. ” એવું સ્વપ્ર જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગે. એવું સ્વમ જોયા પછી કેણુ આળસ્યમાં રહે ? પછી કોઈ ઉત્તમ છવ હંસ જેમ સરેવરમાં અવતરે છે, તેમાં પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વમમાં દેખાડી પ્રીતિમતીની કુખમાં અવતર્યો. તેથી સર્વે લોક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિરત્નમય જિનમંદિર અને જિનપ્રતિભા કરાવવી તથા તેની પૂજા કરવી ઇત્યાદિ દેહલો ઉત્પન્ન થયે. ફૂલ ફળને
૧૭૪