________________
દના કરી, કલ્યાણનેવાંછનારા લોકોએ સર્વે ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાયે જમણે ભાગેજ રાખવી.” એવી નિતિ છે માટે મૂળનાયકજીને પિતાને જમણે ભાગે કરતો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણની આરાધના કરવાને અર્થ ત્રણ પ્રદક્ષિણા દે, કહ્યું છે કે-- તે પછી ભક્તિથી પરિપૂર્ણ મને કરી “નમો નિrror” એમ પ્રકટ કહે. અર્ધવનત જેમાં અરધું શરીર નમાય છે એવો અથવા પંચાંગ પ્રણામ કરે. પછી પૂજાનાં ઉપકરણ હાથમાં લઈ ભગવાનના ગુણગણથી રચાયેલા સ્તવનોને પિતાના પરિવારની સાથે ગંભીર અને મધુર સ્વરથી ગાતે હાથમાં યોગમુદાને ધારણ કરતે, પગે પગે જીવરક્ષાનો ઉપયોગ રાખો અને ભગવાનના ગુણગણને એકાગ્ર મનથી ચિંતવને થકો ત્રણ પ્રદક્ષિણા દે. ઘરદેરાસરને વિષે એવી રીતે પ્રદક્ષિણ આદિ ક્રિયા કરવાનું બનતું નથી. બીજા હેટા મંદિરને વિષે પણ કારણથી એ સર્વ કરાય છે. તે પણ બુદ્ધિશાળી પુરૂષે એ સર્વ ક્રિયા કરવાનો પરિણામ નિરંતર રાખવે, પણ છેડે નહીં. સુશ્રાવક પ્રદક્ષિણા દેવાને અવસરે સમવસરણમાં બેઠેલા ચતુર્મુખ ભગવાનનું ધ્યાન કરતો હતો ગભારાને વિષે ભગવાનની પૂંઠ અને ડાબે તથા જમણો ભાગ એ ત્રણે દિશાએ રહેલા જિનબિંબને વાંદે. એ માટે જ સર્વે જિનમંદિર સમવસરણને ઠેકાણે હોવાથી . ગભારાના બહારના ભાગમાં ત્રણે દિશાએ મૂળનાયકજીના નામથી જિનબિંબ કરાય છે. એમ કરવાથી, “અરિહંતની પૂઠ વર્જવી” એમ કહ્યું છે, તેથી ચારે દિશાએ અરિહંતની પૂંઠે રહેવા દેષ ટળે છે.
પછી જિનમંદિરનું પૂજવું, પતિયા પ્રમુખનું નામું લખવું ઇત્યાદિ આગળ કહેશે તે પ્રમાણે યથાયોગ્ય ચિચિંતા તથા પૂજાની સંપૂર્ણ સામગ્રી પ્રથમથી જ તૈયાર કરીને મુખ્ય મંડપાદિકને વિષે ચૈત્ય વ્યાપાર નિષેધરૂપ બીજી નિતિ કરે. અને મૂળનાયકજીને ત્રણ વાર વાંદી પૂજા કરે. ભાષ્યમાં કહ્યું છે કે–તે પછી પ્રથમ નિતિ કરી મુખમંડપમાં પેસી, જિન ભગવાનની આગળ ઢીંચણ અને હાથ ભૂમિએ લગાડી યથાવિધિ ત્રણ વાર વંદના કરે. પછી હર્ષથી ઉલ્લાસ પામતે સુશ્રાવક મુખકોશ કરીને જિને પ્રતિમા ઉપર રાત્રિને વાસી ફૂલ પ્રમુખ નિર્માલ્ય મોરપીંછીથી ઉતારે.
૧૩૬