________________
) વળગવું ),સિંૐ ચત ( અંગ સાચવું ), પ્રસાદિત ( અંગ પસારવું), રેચક, આરચિત, ભ્રાંત ( ભમવું ), સ ંભ્રાંત ( ધણું ભમવું), એ ઉપાતાદિત્ય નામા એકત્રીશમેા ભેદ ( ૩૧ ). તીર્થંકરાદિ મહાપુરૂષના ચરિત્રના વિનય કરવા એ ખત્રીશમા ભેદ (૩૨ ). એવી રીતે ખત્રીશબદ્ધ નાટકના ભેદ રાયપસેણી સૂત્રમાં કહ્યા છે.
એવી રીતે રાજા પ્રમુખ મ્હોટા રૂદ્ધિવત શ્રાવક જિનમંદિરે જાય. પણ જે સાધારણ રૂદ્ધિતા ધણી હાય, તેણે તે લોકોની હાંસી ટાળવાને માટે અહંકાર છોડી પોતાના કુળને તથા દ્રવ્યને ઉચિત એવા આડખર રાખીને ભાઇ, મિત્ર પુત્રાદિક પરિવારને સાથે લઈ જિનમ ંદિરે જવું. ત્યાં જઈ (૧) ફૂલ, તાંબૂલ, સરવ, દૂર્વા ( દરા ), તથા છરી, પાદુકા મુકુટ, વાહન પ્રમુખ સચિત્ત અને અચિત્ત વસ્તુને ત્યાગ કરે, એ પ્રથમ અભિગમ જાણવા. (૨) મુકુટ વર્ઝને બાકી રહેલા અલકાર પ્રમુખ અચિત્ત દ્રવ્યને ત્યાગ ન કરે, એ બીજો અભિગમ જાણુવા. (૩) એક ( વગર સાંધેલા ) તથા પહેાળા વસ્ત્રથી ઉત્તરાસંગ કરે એ ત્રીજો અભિગમ જાણુવા. (૪) ભગવાનને દીઠે છતે એ હાથ જોડી ‘નમો ઝિળળ ” એમ કહી વંદનાં કરે, એ ચેાથે અભિગમ જાણવા. (૫) મનને એકાગ્ર કરે, એ પાંચમા અભિગમ જાણવા. એવા પાંચ અભિગમ સાચવી તથા નિસિદ્દી કરી જિનમદિરમાં પ્રવેશ કરે. આ વિષયમાં પૂર્વાચાર્યનું વચન એવું છે કે:---સચિત્ત દ્રવ્યનેા ત્યાગ કરવાથી (1), અચિત્ત દ્રવ્યને ત્યાગ નહિં કરવાથી (ર), એક શાટક ( એક પનાનું સાંધા વગરનું) ઉત્તરાસગ કર્વાથી ( ૩ ), ભગવાનને દીઠે એ હાથ જોડવાથી ( ૪ ), અને મનનું એકાગ્રપણું કરવાથી (૫) ઇત્યાદિ. રાજા પ્રમુખ તેા જિનમદિરમાં પ્રવેશ ક રતાં તેજ સમયે પાતનાં રાજચિન્હ મૂકી દે, કહ્યું છે કે—ખડ્ગ, છત્ર, મેાડી, મુકુટ અને ચામર એ પાંચ શ્રેષ્ઠ રાજચિન્હ મૂકીને અંદર જવું.
મંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં, “ મન વચન કાયાથી ધર સંબંધી વ્યાપારને નિષેધ કરાય છે. એમ જણાવવાને અર્થે ત્રણ વાર નિવિધિ કરાય છે; પશુ તે નિસિદ્ધિ એકજ ગણુાય છે. કારણ કે, એક ઘર સબંધી વ્યાપારનેાજ તેમાં નિષેધ કર્યો છે. પછી મૂળનાયકજીને વ
૧૩૫