________________
કળતી વખતે કરવી સંભવે છે, પણ પહેલાં નહીં. કારણ કે, મૂળનાયકછનીજ પ્રથમ પૂજા કરવી ઉચિત લાગે છે. બારણું ઉપરનું બિંબ બારણમાં પિસતાં પ્રથમ પાસે આવે છે, તેથી તેની પ્રથમ પૂજા કરવી, એમ જે કદાપિ કહે, તો હેટા જિનમંદિરમાં પેસતાં ઘણાં જિનબિંબ પ્રથમ પાસે આવે છે, તેથી તેમની પણ પ્રથમ પૂજા કરવાને પ્રસંગ આવે, અને તેમ કરે તે પુષ્પાદિકની સામગ્રી થેડી હોય ત્યારે મૂળનાયકજી સુધી જતાં સામગ્રી ખૂટી જવાથી મૂળનાયકજીની પૂજા કદાચ ન થાય તેમજ શ્રી સિદ્ધાચળછ, ગિરનાર પ્રમુખ તીથીને વિષે પ્રવેશ કરતાં માર્ગમાં નજીક ઘણું ચેત્ય આવે છે, તેમની અંદર રહેલી પ્રતિમાઓનું પ્રથમ અનુક્રમે પૂજન કરે તો, છેક છેડે મૂળનાયકજીના મંદિરે જવાનું થાય. એ વાત્ત યોગ્ય નથી. જે યોગ્ય માનિયે તે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ગુરૂને વાંદતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદના કરવાનો પ્રસંગ આવે છે. નજીક આવેલી પ્રતિમાઓને મૂળનાયકજીની પૂજા કરતાં પહેલાં માત્ર પ્રણામ કર યોગ્ય છે. સંધાચારમાં ત્રીજા ઉપાંગને મળતી વિજયદેવતાની વક્તવ્યતામાં પણ હારના અને સમવસરણના જિનબિંબની પૂજા મૂળનાયકજીની પૂજા કરયા પછી કહી છે. તે આ રીતે –તે પછી સુધર્મ સભાએ જઈને જિનેશ્વર ભગવાનની દાઢા દેખતાંજ વંદના કરે, ડાબો ઉઘાડીને મોરપીંછીની પૂજણીએ પ્રમાર્જન કરે, સુગંધી જળથી એકવીશ વાર પ્રક્ષાલન કરી ગશીર્ષચંદનને લેપ કરે, અને પછી સુગંધી ફૂલ આદિ દ્રવ્ય કરી પૂજા કરે. તે ઉપરાંત પાંચે સભાઓને વિષે પૂર્વની પેઠે ઠાર પ્રતિમાની પૂજા કરે. દ્વારની પૂજા પ્રમુખ બાકી રહ્યું તે ત્રીજ ઉપાંગમાંથી જાણી લેવું. માટે મૂળનાયકજીની પૂજા બીજી સર્વે પ્રતિમાથી પહેલી અને વિશેષ શભા સહિત કરવી. વળી એમ પણ કહ્યું છે કે –મૂળનાયકની પૂજાને વિષે દિશેષ શોભા કરવી ઉચિત છે; કારણ કે, મૂળનાયકને વિરોજ ભવ્ય જીની દ્રષ્ટિ અને મન પ્રથમ આવીને પડે છે.
શિષ્ય પૂછે છે કે, “પૂજા, વંદન પ્રમુખ ક્રિયા એક કરીને પછી બાકીના બીજા સર્વેને કરવામાં આવે, તે તેથી તીર્થકોમાં સ્વામિ સેવકભાવ કરેલે પ્રકટ દેખાય છે. એક પ્રતિમાની ઘણા આદરથી વિશિષ્ટ પૂજા
૧૪૨