________________
ગ્રંકત પ્રતિમાઓ છે. અરિહંતની એકજ પાટ ઉપર એકજ પ્રતિમા હોય તે તે વ્યકતા કહેવાય. એકજ પાટ પ્રમુખ ઉપર ચોવીસ પ્રતિમાઓ હોય તે તે ક્ષેત્રા નામથી કહેવાય, અને એક જ પાટપ્રમુખ ઉપર એક શિર પ્રતિમાઓ હોય છે તે મહા નામથી કહેવાય, ફૂલની વૃષ્ટિ કરતા માલાધર દેવતાઓની પ્રતિમા જે જિનબિંબને માથે હોય છે, તેનું ફરસેલું જળ પણ જિનબિંબને ફરસે છે. તથા જિનપ્રતિમાના ચિત્રામણવાળા પુસ્તક ઉપરા ઉપરી રહે છે, અને એક બીજાને ફરસે છે. માટે ચોવીસ પટ્ટ પ્રમુખ પ્રતિમાઓનું હવ જળ માંહોમાંહે ફરસે તેમાં કાંઈ દેષ જણાતે નથી. કારણ કે, ગ્રંથને વિષે તેની આચરણની યુક્તિઓ દેખાડી છે. બૃહદ્માષ્યમાં પણ કહ્યું છે કે ભકિતમાન શ્રાવક જિનેશ્વર ભગવાન ની વૃદ્ધિ દેખાડવાને અર્થે દેવતાનાં આગમન તથા અષ્ટ પ્રાતિહાર્ય સહિત એક જ પ્રતિમા કરાવે છે, કોઈ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેની આરાધનાને અર્થે ત્રણ પ્રતિમા કરાવે છે, કોઈ પંચ પરમેષ્ઠી નમસ્કારના ઉજમણામાં પંચતીર્થી (પાંચ પ્રતિમા ) કરાવે છે, કે ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થંકર થાય છે, માટે બહુમાનથી કલ્યાણક તપના ઉજમણામાં ચોવીસ પ્રતિમા કરાવે છે, કોઈ ધનાઢય શ્રાવક મનુષ્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ એકસો શીતેર તીર્થકર વિચરે છે, માટે ભકિતથી એક શીર પ્રતિમા કરાવે છે, માટે વિતીથ (ત્રણ પ્રતિમા), પંચતીર્થી (પાંચ પ્રતિભા) ચતુર્વિશતિ પ (ચોવીસ પ્રતિમા) પ્રમુખ કરવું ન્યાયયુક્ત છે.
હવે અગ્રપૂજા વિષે કહે છે. કે વિવિધ પ્રકારનું ઉદન (ભાત) પ્રમુખ અશન, સાકર મેળ આદિ પાન, પકવાન, સુખડી તથા ફળ આદિ ખાધ અને તાંબૂલ આદિક સ્વાઘ એવું ચાર પ્રકારનું નૈવેધ ભગવાન આગળ ધરવું, જેમ શ્રેણિક રાજા પ્રતિદિન સોનાના એકસો આઠ જ કરી મંગળિક લખતે હતા, તેમ સોનાના અથવા રૂપાના ચખા, ધોળા સર. સવ, ચેખા ઈત્યાદિ વસ્તુથી અષ્ટ માંગલિક લખવાં, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાને અર્થે પાટલા આદિ વસ્તુને વિષે શ્રેષ્ઠ અખંડ ચોખાના અનુક્રમે ત્રણ પુંજ ( ઢગલીએ) કરીને મૂકવા, ગશીર્ષચંદનના રસથી પાંચ આંગળી સહિત હાથેલીએ મંડલ રચવાં વગેરે, તથા પુષ્પાંજલિ, આ
૧૪૫