________________
શ્રીકલ્પભાષ્યમાં કહ્યું છે કે – निस्तकड मनिस्सकडे, अ चेइए संबहिं थुई तिन्नि ॥ ... वेलं च चेहआणि अ, नाउं इकिक्किआ वा वि ॥ १ ॥
અર્થા–નિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ અને અનિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ રહિત એવા ચૈત્યને વિષે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેવી, હવે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેતાં વખત જતો રહતે તે અથવા ત્યાં ચિત્ય ઘણાં હોય તે વેળા અને ચૈત્ય એ બન્નેનો વિચાર કરી પ્રત્યેક ચૈત્યને વિષે એક એક સ્તુતિ પણ કહેવી.
ચૈત્યમાં જે કરોળિયાનાં જાળ આદિ થાય તો તે કાઢી નાંખવાનો વિલિ કહે છે.
सीलेह मंखफलए, इयरे चोइंति तंतुमाईसु ॥ अभिमओइंति सवित्तिसु, अणिच्छ फेडंतऽदीसंता ॥ १ ॥
અર્થ–સાધુઓ મંદિરમાં કાળયાનાં જાળ વગેરે હોય તે મંદરની સંભાળ કરનાર બીજા ગૃહસ્થી લોકોને પ્રેરણા કરે. તે એવી રીતે કે– “તમે ચિતારાના પાટિયાની પેઠે મંદિરને સ્વચ્છ રાખે. જેમ ચિતારાનું ચિત્રનું પાટીયું ઉજવેલ હોય તો સર્વ લોક તેને વખાણે છે, તેમ તમે જે મંદિરોને વારંવાર સંમાર્જન (પંજવું ) પ્રમુખ કરી ઉજ્વલ રાખે તો ઘણા લોકો તમારે પૂજા સત્કાર કરશે.” હવે તે મંદિરના સેવક કો જે મંદિરના ઘર ક્ષેત્ર ( ખેતર ) આદિની વૃત્તિ ભેગવનારા હોય છે, તેમને ઠપકે દે. તે આ રીતે – “એક તો તમે મંદિરની વૃત્તિ ભોગવે છે, અને બીજું મંદિરની સંમાર્જન આદિ સારવાર પણ કરતા નથી ” એમ કહ્યા પછી પણ તે લોકો જે કરોળિયાનાં જાળાં આદિ કાઢી નાંખવા ન ઈચછે, તે જેની અંદર છવ દેખાતાં ન હોય તેવા તંતુજાળને સાધુ પોતેજ કાઢી નાંખે. એવાં સિદ્ધાંત વચનના પ્રમાણથી સાધુએ પણ વિનાશ પામતા ચૈત્યની સર્વથા ઉપેક્ષા ન કરવી, એમ સિદ્ધ થયું. યે જવું, પૂજા કરવી, સ્નાત્ર કરવું ઇત્યાદિ જે આ ઉપર વિધિ કહ્યા, તે સર્વ રૂદ્ધિપાત્ર શ્રાવક આશ્રયી જાણે. કારણ કે, તેનાથી જ એ સર્વ બની શકવાને સંભવ છે. રૂદ્ધિ રહિત શ્રાવક તે પિતાને ઘેર જ સામાયિક
૧૬૦