________________
ણિધાન એ દશ ત્રિક જાણવાં. ઇત્યાદિ વિધિપૂર્વક કરેલું દેવપૂજા, દેવવંદન પ્રમુખ ધર્મનુષ્ઠાન મહા. ફળદાયી થાય છે, અને વિધિ પૂર્વક ન કરે તે અ૫ ફળ થાય છે. તેમજ અતિચાર લાગે તે વખતે સારા ફળને બદલે ઉલટો અનર્થ ઉપજે છે. કહ્યું છે કે-જેમ આષધ અવિધિથી અપાય તે ઉલટ અનર્થ ઉપજે છે, તેમ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે નરકાદિકના દુઃખ સમુદાયને નિપજાવે એવો માટે અનર્થ થાય છે. ચૈત્યવંદન આદિ ધર્મનુકાનમાં અવિધિ થાય તે સિદ્ધાંતમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે. મહાનિશીથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે-જે અવિધિથી ચિત્યવંદન કરે, તે તેને પ્રાયશ્ચિત લાગે; કારણ કે, અવિધિથી ચૈત્યવંદન કરનાર પુરૂષ બીજા સાધર્મિઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. દેવતા, વિધા અને મંત્રની આરાધના પણ વિધિથી કરી હોય તે જ ફળસિદ્ધિ થાય છે. નહિં તે તત્કાળ અનર્ધાદિક થાય છે. એ ઉપર દષ્ટાંત કહે છે.
અયોધ્યા નગરીમાં સુરપ્રિય નામે યક્ષ છે. તે પ્રતિવર્ષે યાત્રાને દિવસે જે રંગાવ્યો હોય, તો રંગનાર ચિત્રકારને હણે, અને રંગાબે તો નગરના લેકોને હણે. પછી ભયથી ચિત્રકારે નાસભાગ કરવા લાગ્યા. ત્યારે રાજાએ મહેમણે જામીન વગેરે લઈને સર્વે ચિત્રકારેને બેડીથી બાંધ્યા હોય એ રીતે નગરમાં રાખ્યા. પછી એક ઘડામાં સવેના નામોની ચિઠીઓ નાંખે. જેના નામની ચિકી નીકળે છે, તે યક્ષને રંગે, એક વખત કોઈ વૃદ્ધસ્ત્રીના પુત્રનું નામ નીકળ્યું, ત્યારે તે ડોશી રોવા લાગી. એટલામાં કોસાંબી નગરીથી કેટલાક દિવસ ઉપર આવેલ એક ચિત્રકારને પુત્ર હતા. તેણે “નક્કી અવિધિથી યક્ષ ચિત્રાય છે.” એમ ચિંતવી વસ્ત્રોને દઢતાથી કહ્યું કે, “હું યક્ષને ચિત્રીશ” પછી તે ચિત્રકારના પુત્ર છઠ કર્યો. શરીર, વસ્ત્ર, જાત જાતના રંગ, પીંછીઓ પ્રમુખ સર્વ વસ્તુ પવિત્ર જેને લીધી, મુખે આઠપડને મુખકોશ બાંધ્યો અને બીજે પણ વિધિ સાચવી તે યક્ષને ચિતર્યો, અને પગે લાગીને ખમાવ્યો. તેથી સુરપ્રિય યક્ષને પ્રસન્ન થયેલે જોઈ ચિત્રકાર પુત્રે કહ્યું કે, “હે યક્ષ ! મારિને ઉપદ્રવ ન કર ” અર્થાતુ હવે કોઈને મારે નહિં. યક્ષે તે વાત અંગીકાર કરી, વળી તેણે પ્રસન્નતાથી ચિત્રકાર પુત્રને કોઈ પણ વસ્તુના અવયવો
૧૬૩.