________________
આઈરિને કોઈનું દેવું અથવા કોઈની સાથે વિવાદ આદિ ન હોય તે ઈસમિતિ આદિકને વિષે ઉપગ રાખી સાધુની પેઠે ત્રણ રિસિદ આદિ ભાવપૂજાને અનુસરતા વિધિથી મંદિરે જાય. પુષ્પ આદિ સામગ્રી ન હોવાથી તે શ્રાવક દ્રવ્યપૂજા કરવાને અસમર્થ હોય છે, માટે ફૂલ ગૂંથવાં વગેરે કામ કાયાથી બની શકે એમ હોય તો સામાયિક પારીને તે કરે.
શંક-સામાયિક મૂકીને દ્રવ્યસ્તવ કરે ઉચિત શી રીતે થાય ?
સમાધાન –દ્ધિ રહિત શ્રાવકથી સામાયિક કરવું પિતાના હાથમાં હેવાથી ગમે તે સમયે પણ બની શકે એમ છે; પણ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન હોવાથી કોઈ કોઈ સમયે જ તે કરવાનો પ્રસંગ આવે છે, માટે પ્રસંગ આવે ત્યારે તે કરવાથી વિશેષ પુણ્યને લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે- (દ્રવ્ય સ્તવથી) ભવ્ય જીવોને બોધિલાભ થાય છે, સમ્યગ્દષ્ટિ જીવોનું પ્રિય કર્યું એમ થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે, જિનેશ્વર ભગવાનની ભક્તિ થાય છે, અને શાસનની પ્રભાવના થાય છે. આ રીતે અનેક ગુણ દ્રવ્યસ્તવમાં રહ્યા છે, માટે તેજ કર. દિનકૃત્ય સત્રમાં પણ કહ્યું છે કે– આ રીતે આ સર્વ વિધિ રૂદ્ધિવંત શ્રાવકને કહ્યો. સામાન્ય શ્રાવતે પિતાને ઘેરજ સામાયિક લઈને જે કેઈનું દેવું ન હોય, અને કોઈની સાથે વિવાદ ન હોય તો સાધુની પેઠે ઉપયોગથી જિનમંદિરે જાય. જે જિનમંદિરે કાયાથી બની શકે એવું કાંઈ કાર્ય હોય, તે સામાયિક પારીને જે કાર્ય કરતો હોય તે કરે. સૂત્ર ગાથામાં “વિધિના” એવું પદ છે, તેથી ભાખ્યાદિ ગ્રંથમાં વીસમૂળ દ્વારથી અને બે હજાર ચુમોતેર પ્રતિહારથી કહેલો, દશ ત્રિક તથા પાંચ અભિગમ પ્રમુખ સર્વ વિધિ આ ઠેકાણે જોયું. તે આ રીતે –ત્રણનિસિહી ૨ ત્રણ પ્રદક્ષિ,
૧ત્રણ નિરિદિઆ રીતેઃ–દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ નિષિદ્ધ જાણવી ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિસાર જાણવી ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાનો ત્યાગ કરવા રૂપ ત્રીજી જિરિતહિ જાણવી ૩.
૨ જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
૧૬૧