________________
પશ્ચિમ દિશાએ મુખ કરીને દાતણ કરવું, પુર્વ દિશાએ મુખ કરીને ન્હાવું, ઉત્તર દિશાએ મુખ કરીને ઉજ્વળ વસ્ત્ર પહેરવાં, અને પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ભગવાનની પુજા કરવી. ઘરમાં પેસતાં શલ્ય વર્જિત ડાભે ભાગે ઢાઢ હાથ ઉંચી ભૂમી ઉપર ધરદેરાસર કરવું. જો નીચે ભૂમીએ લાગતું દેરાસર કરે તે તેને વશ એક સખા નીચે જાય છે, અર્થાત્ ધીમે ધીમે નાશ પામે છે. પુજા કરનાર માણસ પુર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસે, પણ દક્ષિણ દિશાએ તથા ચારે કીણુ દિશાએ મુખ કરીને ન બેસે. જો પશ્ચિમ દિશાએ મુખ કરીને ભગવાનની પુજા કરે, તે તે માણસની ચેાથી પેઢીએ તેનેા કુલક્ષય થાય; અને દક્ષિણ દિશાએ મુખ કરે તે તે માણસની આગળ સતતિ વૃદ્ધિ પામે નહી, અગ્નિ કા છુ તરફ મુખ કરીને પૂજા કરે તે, તે માણસની દિવસે દિવસે ધન હાનિ થાય. વાયવ્યં કાણુ તરફ્ મુખ કરે તે સતતિ ન થાય, નૈઋત્ય કાણુ તરફ સુખ કરે તે। કુળ ક્ષય થાય, અને ઇશાન કોણુ તરફ મુખ કરે તે સ ંતતિ બિલકુલ ન થાય. પ્રતિમાના એ પગ, એ ઢીંચણુ એ હાથ, એ ખભા અને મસ્તક એ નવે અંગની અનુક્રમે પુજા કરવી. ચંદન વિના કાઈ કાળે પણ પુજા ન કરવી. કપાળ, કંઠ, હૃદય, ખભા અને પેટ એટલે દેકાણે તિલક કરવાં. નવ તિલકથી હંમેશાં પુજા કરવી. જાણ્ પુરૂષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપુજા કરવી, મધ્યાન્હ સમયે પુત્રથી પુજા કરવી, અને સધ્યા સમયે ધુપ દીપથી કરવી. પધાણું ભગવાનના ડાખે પડખે રાખવું, અગ્રપુજામાં ધરાય છે તે સર્વે વસ્તુ ભગવાનની સ્રમુખ મૂકવી. ભગવાનની જમણી બાજુએ દીવાની જગ્યા રાખવી. ધ્યાન તથા ચૈત્યવદન ભગવાનની જમણી બાજુએ કરવું. હાથથી ખસી પડેલું વૃક્ષ ઉપરથી ભૂમીએ પડેલુ, કાઇ પણ રીતે પગે લાગેલું, માથે ઉચકી લાવેલું, ખરાબ વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે પહેરેલા વસ્ત્ર પ્રમુખમાં રાખેલુ દુષ્ટ મનુષ્યાએ ફૅરસેલુ, ધણા લોકોએ ઉપાડી મુકી ખરાબ કરેલું અને કીડીએએ કરડેલુ એવું ફળ ફૂલ તથા પત્ર ભક્તિથી જિન ભગવાનની પ્રીતિને અર્ધે ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ ન કરવા. કળી પણ તાડવી નહી. ચંપા અને કમળ એના બે ભાગ કરે તેા ઘણા દોષ લાગે, ૧૫૨