________________
ત્રણ અવસ્થાની ભાવના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે – Pવર્લ્ડ ઇસમ–દવ8 પડિહું જેસ્ટિક | पलिअंकुस्सग्गेहि, जिणस्स भाविज्ज सिद्धत्तं ॥ १॥
અર્થ-પ્રતિમાના પરિવાર ઉપર રચેલા જે હાથમાં કળશ લઈ હાથી ઉપર ચઢેલા એવા ભગવાનને હરાવનારા દેવતા, તથા તે પરિવારમાં જ રચેલા જે પૂલની માળા ધારણ કરનાર પૂજય દેવતા, તે મનમાં ચિંતવી ભગવાનની છદ્મસ્થ અવસ્થા ભાવવી. છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની છે. એક જન્માવસ્થા. બીજી રાજ્યવસ્થા અને ત્રીજી શામણાવસ્થા–તેમાં, પરિવારમાં રચેલા ત્વવરાવનાર દેવતા ઉપરથી ભગવાનની જન્માવસ્થા ભાવવી. પરિવારલાં રચેલાજ માળાધારક દેવતા ઉપરથી ભગવાનની રાજ્યાવસ્થા ભાવવી, તથા ભગવાનનું મસ્તક તથા મુખ લોચ કરેલું જોવાથી ભગવાનની શ્રાભણ્યાવસ્થા (દીક્ષા લીધી તે વખતની અવસ્થા) તે સુખથી જણાય. એવી છે. પરિવારની રચનામાં પત્રવેલની રચના આવે છે, તે જોઈને અશકક્ષ, માળાધારી દેવતા જોઇને પુષ્પવૃષ્ટિ અને બન્ને બાજુએ વીણા તથા વાંસળી હાથમાં ધારણ કરનાર દેવતા જોઇને દિવ્યવનિની કલ્પના કરવી. બાકીના ચામર, આસન આદિ પ્રાતિહાર્ય છે - કટ જણાય એવા છે. એવા આઠ પ્રાતિહાર્ય ઉપરથી ભગવાનની કેવળી અવસ્થા ભાવવી, અને પદ્માસને બેઠેલા અથવા કાઉસગ્ન કરી ઉભા રહેલા ભગવાનનું ધ્યાન કરી સિદ્ધાવસ્થા ભાવવી. છે ૧આ પ્રમાણે ભાવ પૂજાના ભેદ છે. •
બૃહભાષ્યમાં કહ્યું છે કે—પાંચ પ્રકારી, અષ્ટ પ્રકારી તથા વિશેષરૂહિં હોય તે સર્વ પ્રકારી પણ પૂજા જાણવી. તેમાં ફૂલ, ચેખા, ગંધ, ધૂપ અને દીપ એ પાંચ વસ્તુથી પંચ પ્રકારી પૂજા જાણવી. ફુલ, ચેખા ગંધ. દીપ, ધૂપ, નૈવેધ, ફળ અને જળ એ આઠ વસ્તુથી આઠ કર્મો ક્ષય કરનારી અષ્ટ પ્રકારી પૂજા થાય છે, સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભુષણ, ફળ, નૈવેધ, દીપ, નાટક, ગીત, આરતી પ્રમુખ ઉપચારથી સર્વ પ્રકારી પૂજા થાય છે. એવી રીતે બૃહદ્દભાષ્યાદિ ગ્રોમાં પ્રજાના કહેલા ત્રણ પ્રકાર, તથા ફળ ફૂલ આદિ પૂજાની સામગ્રી પોતે લાવે તે પ્રથમ પ્રકાર,
૧પ૦