________________
नमुकारेण जहन्ना, चिश्वंदण मझदंडथुइजुअला || पणदंड थुइचउक्कग--थयपणिहाणेहिं उक्कोसा ॥ १ ॥
અર્થ –નમસ્કાર એટલે હાથ જોડીને માથું નમાવવું વગેરે લક્ષણવાળા પ્રણામ માત્ર કરવાથી, અથવા તમે જિતા એમ કહી નમસ્કાર કરવાથી, કિંવા કાદિ રૂપ એક અથવા ઘણું નમસ્કારથી, કિંવા પ્રણિપાત દંડક નામા શકસ્તવ (નપુ ) એક વાર કહેવાથી જઘન્ય ચૈત્યવંદન થાય છે. ચયસ્તવ દંડક એટલે “અરિહંત ચેઈયાણું” કહી અંતે પહેલી એકજ સ્તુતિ (શુઈ) ભણે તે મધ્યમ ચૈત્યવંદન થાય. પાંચ . ડક એટલે ૧ શકસ્તવ, ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણું), ૩ નામસ્તવ (લોગસ્સ), કૃતસ્તવ (પુખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણું) એ પાંચ દંડક કહી અંતે પ્રણિધાન એટલે જ વીયરાય કહેવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય.
બીજા આચાર્ય એમ કહે છે કે, એક શકસ્તવથી જઘન્ય, બે અથવા ત્રણ શકસ્તવથી મધ્યમ અને ચાર અથવા પાંચ શકસ્તવથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. ઈરિયાવહી પહેલા અથવા પ્રણિધાન ( જયવીયરાય ) ને અંતે શકસ્તવ કહે, અને દિગુણ ચૈત્યવંદનને અંતે પણ શક્રસ્તવ કહેવાથી ત્રણ શકસ્તવ થાય. એક વાર વંદનામાં અને પૂર્વે તથા છેડે શકસ્તવ કહેવાથી ચાર શક્રસ્તવ થાય અથવા દિગુણ ચૈત્યવંદનમાં અને પૂર્વે તથા છેડે શકસ્તવ ભણવાથી ચાર શસ્તવ થાય. દિગુણ ચૈત્યવંદનમાં ત્રણ શાસ્તવ, સ્તુતિ, પ્રણિધાન અને શસ્તવ મળી પાંચ શકસ્તવ થાય છે.
મહાનિશીથસવમાં સાધુને પ્રતિદિન સાત ચૈત્યવંદન કહ્યાં છે, તથા શ્રાવકને પણ ઉત્કૃષ્ટતાથી સાતજ કહ્યાં છે. ભાષ્યમાં કહ્યું છે કે–રાત્રિ પ્રતિક્રમણમાં ૧, જિનમંદિરે ૨, આહાર પાણીને સમયે ૩, દિવસ ચરિ મ પચ્ચખાણને અવસરે ૪, દૈવસિક પ્રતિક્રમણમાં ૫, સુઈ રહેવા પહેલાં ૬, અને જાગ્યા પછી ૭ એવી રીતે સાધુઓને અહોરાત્રમાં મળી સાત વાર ચૈત્યવંદન હોય છે. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિદિન સાત વાર ચે. ત્યવંદન હોય છે, એ ઉત્કૃષ્ટ ભાગે જાણે. પ્રતિક્રમણ ન કરનારને પાં
૧૪૮