________________
સંપ્રતિ રાજા રથયાત્રા કરતાં પહેલાં વિવિધ પ્રકારનાં ફળ, સુખડી, શાલિ, દાલિ, કોડા વસ્ત્ર પ્રમુખ ભેટશું કરે. કલ્પને વિષે પણ કહ્યું છે કેરાશિ ન સરછા, તરવાશે તે જw us | जं पुण पडिमाणकए, तस्स कहा का अ जीवत्ता ॥१॥
શ્રી પાદલિપ્તસૂરિએ પ્રતિષ્ઠા ઘાભૂતમાંથી ઉદ્ભરેલી પ્રતિષ્ઠા પદ્ધતિને વિષે કહ્યું છે કે – “આગમમાં કહ્યું છે કે, આરતિ ઉતારી મંગલ દીવ પછી ચાર સ્ત્રીઓએ મળી નિર્માણ (ગીતગાન) પ્રમુખ વિધિ માફક કરવું. મહાનિશીને વિષે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે–અરિહંત ભગવંતની ગંધ, માલ્ય, દીપ, પૂજવું, વિલેપન, વિવિધ પ્રકારને બલિ, વસ્ત્ર, ધૂપ પ્રમુખ ઉપચારથી આદર પૂર્વક પૂજા પ્રતિદિન કરતા થકા તીર્થની ઉન્નતિ કરીયે.” આ અગપૂજાના સંબંધમાં છે. | ( હવે ભાવપૂજા વિષે કહે છે.) જેની અંદર જિનેશ્વર ભગવાનની પૂજા સંબંધી વ્યાપારનો નિષેધ આવે છે, એવી ત્રીજી નિતિ કરી પુરૂષે ભગવાનની જમણી બાજુએ અને બી એ ડાબી બાજૂએ આશાતના ટાળવાને અર્થે સગવડ હોય તે જઘન્યથી પણ નવ હાથ, ઘરદેરાસર હોય તે એક હાથ અથવા અર્થે હાથ અને ઉત્કૃષ્ટથી તે સાઠ હાથ અવગ્રહથી બહાર રહી ચૈત્યવંદન, સારી સ્તુતીઓ ઇત્યાદિ ભણવાથી ભાવપૂજા થાય છે, કહ્યું છે કે–ચૈત્યવંદન કરવાને ઉચિત એવા સ્થાનકે બેસી પોતાની શક્તિ માફક વિવિધ આશ્ચર્યકારી ગુણ વર્ણન રૂપ સ્તુતિ તેત્ર આદિ કહીને દેવવંદન કરે તે ત્રીજી ભાવપૂજા કહેવાય છે. નિશીથમાં પણ કહ્યું છે કે-તે ગંધાર શ્રાવક સ્તુતિ કરી ભગવાનની સ્તવના કરતો વૈતાઢયગિરિની ગુફામાં અહોરાત્ર રહેશે. તેમજ વસુદેવહિડમાં પણ કહ્યું છે કે વસુદેવ રાજાએ સમ્યકત્વ પૂર્વક શ્રાવકના સામાયિક પ્રમુખ વ્રતનો અંગીકાર કરી પચ્ચખાણ લઈ અને કાસગે, સ્તુતિ તથા વંદના કરી. એ ની રીતે ઘણે ઠેકાણે “શ્રાવક પ્રમુખ મનુષ્યોએ કાસર્ગ, સ્તુતિ વગેરે કરી ને ચૈત્યવંદન કર્યું એમ કહ્યું છે. ચૈત્યવંદન જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે. ભાગ્યમાં કહ્યું છે કે
- ૧૪૭