________________
રતિ આદિ સર્વ અગ્રપૂજાની અંદર આવે છે. ભાષ્યમાં કહ્યું છે કે–ગાયન, નૃત્ય, વાજિંત્ર, લૂણ ઉતારવું, જળ તથા આરતિ દીપ પ્રમુખ જે કાંઇ કરાય છે, તે સર્વ અગ્રપૂજામાં સમાય છે. નૈવેદ્ય પૂજા તે પ્રતિદિન સુખથી કરી શકાય તેમ છે, અને તેનું ફળ પણ બહુ મોટું છે. કારણ કે, સાધારણ ધાન્ય તથા ઘણું કરી રાંધેલું ધાન્ય જગતનું જીવન હોવાથી સર્વોત્કૃષ્ટ રત્ન કહેવાય છે. માટે વનવાસથી આવેલા રામચંદ્રજીએ મહાજનને અન્નનું કુશલ પૂછયું. કલહને અભાવ અને પ્રીતિ આદિ માં માહે જમાડવાથી અતિશય દઢ થાય છે. ઘણું કરીને દેવતાદિક પણ નિવેવથી જ પ્રસન્ન થાય છે. સંભળાય છે કે–ભૂત, પ્રેત, પિશાચ પ્રમુખ પણ ખીર, ખીચડી, વડાં વગેરે અન્નનોજ ઉતાર પ્રમુખ માગે છે. તેમજ દિપાલનો અને તીર્થંકરની દેશના થયા પછી જે બલિ કરાય છે, તે બલિ પણ અન્નથી જ કરાય છે.
કોઈ નિર્ધન ખેત સાધુના વચનથી સમીપ આવેલા જિનમંદિરે પ્રતિદિન નૈવેદ્ય ધરતો હતો. એક દિવસે મોડું થવાથી અધિકાયક યક્ષે સિહના રૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી તેની પરિક્ષા કરી. પરિક્ષામાં ટકી રહે તેથી સંતુષ્ટ થએલા યક્ષના વચનથી સાતમે દિવસે સ્વયંવરમાં કન્યા, રાજય અને રાજ્ય એ ત્રણે વસ્તુ તેને મળી. લેકમાં પણ કહ્યું છે કે – ધય પાપને બાળી નાંખે છે, દીપ મૃત્યુનો નાશ કરે છે, નૈવેદ્ય આપવાથી વિપુળ રાજ્ય મળે છે, અને પ્રદક્ષિણાથી કાર્યસિદ્ધિ થાય છે. અન્ન પ્રમુખ સર્વે વરતુ નીપજવાનું કારણ હેવાથી જળ અન્નાદિકથી પણ વધારે શ્રેષ્ઠ છે. માટે તે પણ ભગવાન આગળ મૂકવું. નૈવેદ્ય, આરતી આદિ આગમનને વિષે પણ કહ્યું છે. આવશ્યક નિયુક્તમાં કહ્યું છે કે –“બલિ કરાય છે” ઇત્યાદિ. નિશીથને વિષે પણ કહ્યું છે કે તે પછી પ્રભાવતી રાણીએ બલિ પ્રમુખ સર્વ કરીને કહ્યું કે, “દેવાધિદેવ વર્ધમાનસ્વામીની પ્રતિમા હોય તો પ્રકટ થાઓ.” એમ કહી પેટી ઉપર કુહાડો નાંખ્યો. તેથી પેટીના બે ભાગ થયા અને અંદર સર્વે અલંકારથી શોભિત ભગવંતની પ્રતિમા જે. વામાં આવી. નિશીથપીઠમાં પણ કહ્યું છે કે– બલિ એટલે ઉપદ્રવ શમાવવાને અર્થે કુર (અન્ન) કરાય છે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે--
૧૪૬