________________
:
-
તે પછી પિતે જિનેશ્વરના દેરાને પૂજે, અથવા બીજા પાસે પૂજાવે. ઉપરાંત જોગવાઈ હોય તે પ્રમાણે વિધિએ જિનબિંબની પૂજા કરે. મુકેશ આઠ પડવાળા વસ્ત્રના છેડાથી મુખનો અને નાસિકાને નિશ્વાસ રોકવાને અર્થે બાંધવા. ચોમાસુ હોય ત્યારે નિર્માલ્યમાં કુંથુઆ પ્રમુખ જવાની ઉ ત્પત્તિ પણ થાય છે, માટે તે સમયે નિર્માલ્ય અને સ્નાત્રનું જળ જ્યાં પ્રમાદી માણરાની હાલચાલ નથી એવા પવિત્ર સ્થાનકને વિષે નાંખવું. એમ કરવાથી જીવની રક્ષા થાય છે, અને આશાતના પણ ટળે છે. ઘરદેરાસરને વિષે તે પ્રતિમાને ઊંચે સ્થાનકે ભજનાદિ કૃત્યોમાં વાપરવામાં ન આવનારા પવિત્ર પાત્રમાં સ્થાપન કરી બે હાથે પકડેલા પવિત્ર કળશાદિકના જળે કરી અભિષેક કરવો. તે સમયે– ' , - बालतणाम्म सामिश्र, सुमेरुसिहरम्मि कणयकलसहि ॥ - तिअसीसरेहि न्हविओ, ते धन्ना जेहिं दिठोंसि ॥ १ ॥
૧ હે સ્વામિન! ચોસઠ ઈ એ બાલ્યાવસ્થામાં મેરૂ પર્વત ઉપર સેનાના કળશથી આપને જુવરાવ્યા તે સમયે જેમણે આ પના દર્શન કર્યા છે, તે જીને ધન્ય છે. ૧. .'', '.
આ ગાથાનું મનમાં ચિંતવન કરવું. પછી ઘણી યતના રાખી વાળાકુંચીથી જિનબિંબ ઉપરના ચંદનાદિક ઉતારી ફરીથી પખાલીને બે અં. ગલ્હણથી જિનબિંબ ઉપરનું સર્વ પણું લોહી લેવું. પછી પગના બે અંગૂઠા, બે ઢીંચણ, હાથની બે કાંડાં. બે ખભા અને મસ્તક એટલી સ્થાનકે અનુક્રમે પૂજા કરવી. એમ કહ્યું છે માટે આગળ કહીશું તે પ્રમાણે સીધા ક્રમથી નવે અંગને વિષે ચદન કેસર આદિ વસ્તુએ કરી પૂજા કરે કેટલાક આચાર્ય કહે છે કે, પહેલાં કપાળે તિલક કરી પછી નવાગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરીએ કરેલી પૂજાવિધિને વિષે તો સરસ અને સુગંધી ચંદને કરી ભગવાનનું જમણું ઢીંચણ, જમણો ખભે, કપાળ, ડાબે ખભો અને ડાહ્યું ઢીચણ એ પાંચ અથવા હદય સહિત છ અંગને વિષે પૂજા કરી તાજા ફળ અને વાસક્ષેપ એ બે દ્રવ્યથી પૂજા કરે એમ કહ્યું છે. છે જે પહેલાં કેઈએ પૂજા કરી હોય, અને આપણું પાસે પહેલી પૂજા
૧૩૭