________________
કરવાથી નિરૂપગી થએલી વસ્તુને જ નિર્માલ્ય કહેવું યુક્તિયુક્ત લાગે છે. અને “વિપરું , નિમવાં વિતિ છા” એ આગમ ' વચન પણ એ વાતને આધાર ભૂત છે. તત્વ તે કેવળી જાણે. ચંદન, ફુલ આદિ વસ્તુથી પૂજા એવી રીતે કરવી છે, જેથી પ્રતિમાનાં ચક્ષુ તથા મુખ ઢંકાઈ જાય નહીં, અને પૂર્વ કરતાં વધારે શોભા થાય. કારણ કે. તેમ કરવાથી જ જેનારને હર્ષ, પુણ્યની વૃદ્ધિ ઈત્યાદિ થવાનો સંભવ રહે છે.
અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એવા પૂજાના ત્રણ પ્રકાર છે. તેમાં પ્રથમ અંગપૂજામાં શી શી વસ્તુ આવે તે કહે છે. નિર્માલ્ય ઉતારવું, પૂજણએ પૂજવું, અંગ પ્રક્ષાલન કરવું, વાળાફેંચીએ કેશર પ્રમુખ દ્રવ્ય ઉતારવા, કેશરાદિક દ્રવ્ય પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, પંચામૃત સ્નાત્ર કરવું, શુદ્ધ જળની ધારા દેવી, ધૂપ દીધેલા નિર્મળ અને કમળ એવા ગધકાષાયિકાદિ વચ્ચે કરી અંગ કહેવું, કપૂર કુંકુમ આદિ વસ્તુથી મિશ્ર કરેલા ગોશીર્ષચંદને વિલેપન કરવું, આંગી પ્રમુખની રચના કરવી, ગેરચના, કસ્તુરી પ્રમુખ દ્રવ્ય કરી તિલક તથા પત્રવલ્લી (પીલ) આદિકની રચના કરવી, સર્વત્કૃષ્ટ રત્નજડિત સુવર્ણનાં તથા મેતીનાં આભરણ અને સેના રૂપાનાં ફુલ વગેરે ચઢાવવાં. જેમ બી વસ્તુપાળ મંત્રીએ પિતે કરેવેલા સવાલાખ જિનબિંબ ઉપર તથા શ્રી સિદ્ધાચળજી ઉપર આવેલી સર્વે પ્રતિમા ઉપર રત્નજડિત સુવર્ણનાં આભરણ ચઢાવ્યાં, તથા જેમ દમયંતીએ પૂર્વભવે અષ્ટાપદ તીર્થ ઉપર આવેલી ચોવીશે પ્રતિમા ઉપર રનનાં તિલક ચઢાવ્યાં, તેમ સુશ્રાવકે જેમ બીજા ભવ્ય જીના ભાવ વૃદ્ધિ પામે, તેમ આભરણુ ચઢાવવાં, વળી કહ્યું છે કે પ્રશંસનીય સાધનથી પ્રાય પ્રશંસનીય ભાવ ઉત્પન્ન થાય છે. પ્રશસનીય સાધનોને એ વિના બીજે સારે ઉપયોગ નથી. તથા પહેરામણી, ચંદ્રોદય પ્રમુખ નાનાવિધ ફૂલાદિ વસ્ત્ર ચઢાવવાં, છ, તાજાં અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લાવેલાં શતપત્ર (કમળની જાતિ), સહસ્ત્રપત્ર (કમળની જાતિ), જાઈ, કેતકી ચંપા પ્રમુખના ફુલની ગૂંથેલી, વીંટેલો, પુરેલી અને ભેગી કરેલી, એવી ચાર પ્રકારની માળા, મુકુટ, શેખર, ફુલધર પ્રમુખની રચના કરવી, જિનેશ્વર ભગવાનના હાથને વિષે સેનાનાં બીરાં, નાલીએર, સોપારી, ના
૧૩૮