________________
( મૂળાથી. ) नामाईचउभेओ, सटो भावण इच्छ अहिगारो ॥ तिविहो अ भावसटो, सण-वय-उत्तरगुणेहिं ॥ ४ ॥
ભાવાર્થ – ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, અને ૪ ભાવ એથી ચાર પ્રકારને શ્રાવક થાય છે. જેનામાં શાસ્ત્રમાં કહેલાં શ્રાવકના લક્ષણ નથી, અને જેમ કોઈ ઈશ્વરદાસ નામ ધરાવે, પણ દરિદ્રીને દાસ હય, તેમ જે કેવળ શ્રાવક' નામથી ઓળખાય તે ૧ નામ શ્રાવક. ચિત્રામણુની અથવા કાd. પાષાણાદિકની જે શ્રાવકની મૂર્તિ તે, ૨ સ્થાપના શ્રાવક. ચંદપ્રદ્યતન રાજાની આજ્ઞાથી અભયકુમારને પકડવાને અર્થે કપટવડે શ્રાવિકાનો વેષ ધારણ કરનારી ગણિકાની પેઠે અંદરથી ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરે તે, ૩ દ્રવ્ય શ્રાવક, જે ભાવથી શ્રાવકની ધર્મ ક્રિયા કરવામાં તરૂર હોય. તે જ ભાવ શ્રાવક. કેવળ નામધારી, ચિત્રામણની અથવા જેમાં ગાયોનાં લક્ષણ નથી, તે ગાય જેમ પોતાનું કામ કરી શકતી નથી, તેમ ૧ નામ, ૨ સ્થાપના અને ૩ દ્રવ્ય શ્રાવક પણ પિતાનું ઈ ધર્મ કાર્ય કરી શકતો નથી, માટે અહિં ભાવ શ્રાવકનો જ અધિકાર જાણે. ૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તરગુણ શ્રાવક એવા ભાવશ્રાવકના ત્રણ પ્રકાર છે. શ્રેણિકાદિકની પેઠે કેવળ સમવધારી હેય તે ભાવથી ૧ દર્શન શ્રાવક, સુરસું. દર કુમારની સ્ત્રીઓની પેઠે સમ્યક મૂળ પાંચ અણુવ્રત ધારક હોય, તે ભાવથી ૨ વ્રત શ્રાવક. સુરસુંદર કુમારની સ્ત્રીઓની સંક્ષિપ્ત કથા નીચે લખી છે – * એક વખત કોઈ મુનિરાજ સુરસુંદર સ્ત્રીઓને પાંચ અણુવ્રતનો ઉપદેશ કરતા હતા, ત્યારે એકાંતમાં છાનો ઉભો રહી જોનાર સુરસુંદર જેતે હતું અને તેથી તેના મનમાં મુનિરાજ ઉપર ઈર્ષ ઉત્પન્ન થઈ તેણે મનમાં ચિંતવ્યું કે, “આ મુનિના શરીર ઉપર હું લાકડીના પાંચ પાંચ પ્રહાર કરીશ.” મુનિરાજે પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામ અણુવ્રત દ્રષ્ટાંત સંહિત કહ્યું, ત્યારે તે સ્ત્રીઓએ અંગીકાર કર્યું તેથી સુરસુદરે વિચાર કર્યો કે,” એ સ્ત્રીઓ રોષે ભરાણી હશે, તે પણ વ્રત લીધેલું હોવાથી મને મારશે નહીં. “એમ” વિચારી હર્ષથી પાંચમાંથી એક એક પ્રહાર ઓછો કર્યો. એવી રીતે એકેક
૮૧