________________
આલોચના કરી પછી તુરત દીક્ષા લીધી. અને મા ખમણ પ્રમુખ તપસ્થા કરીને ત્યાંજ તે મેલે ગયે. શત્રુ રહિત રાજયને ભગવતે શુકરાજ જિનપ્રણીત ધર્મ ચાલનારા સમ્યગ્દષ્ટિ રાજાઓમાં એક દષ્ટાંત રૂપ થયો. પછી દ્રવ્યશત્રુને અને ભાવશત્રને જીતનાર શુકરાજે અઢાહીયાત્રા, રથયાત્રા અને તીર્થયાત્રા એવી ત્રણ પ્રકારની યાત્રા, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારે ચતુર્વિધ સંઘની ભક્તિ તથા જિનેશ્વર ભગવાનની વિવિધ પ્રકારની પૂજા ઈત્યાદિ ધર્મ કૃત્યો વારંવાર કર્યો. પટ્ટરાણી પદ્માવતિ, વાયુવેગા તથા બીજી પણ ઘણી રાજપુત્રીઓ તથા વિધાધરની પુત્રી એ. ટલે શુકરાજનો અંતઃપુરનો પરિવાર હતો. લક્ષ્મીનું નિવાસસ્થાન પwસરેવરજ હેની ! એ પદ્માવતી રાણીને પદ્માકર નામા પુત્ર થયો, અને વાયુવેગા રાણીને ખરૂં નામ ધારણ કરનારો વાયુસાર નામે પ્રસિદ્ધ પુત્ર થયા. પૂર્વકાળે થયેલા કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમની પેઠે તે બને પુએ "પિતા સરખો પુત્ર હેય” એ કહેવતની પિતાના ગુણથી સત્યતા દેખાડી. શુકરજે અનુક્રમે ઘણા હર્ષથી પોતાના મહેટા પુત્ર પવાકર કુમારને રાજ્ય અને બીજા પુત્ર વાયુસારને યુવરાજ પદ આપ્યું. કર્મશત્રુને છે. તવાને અર્થે સ્ત્રીઓની સાથે ઘણા ઉત્સવથો દીક્ષા લઈને સ્થિરતાથી તે શત્રુંજય તીર્થ ગયો. પર્વતની સાથેજ શુકલધ્યાને ચઢતાં તેને શીધ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મહાત્મા પુરૂષોની લબ્ધિ અભુત હોય છે! પછી ચિરકાળ પૃથ્વી ઉપર વિહાર કરતો અને ભવ્ય જેના મેહરૂપી અંધકારને દૂર કરે શકરાજ રાજા પછી બે સ્ત્રીઓની સાથે મોક્ષે ગયો. હે ભવ્ય છ ! પ્રથમ ભકપણું ઇત્યાદિ ગુણોથી અનુક્રમે રૂડા સમકિતની પ્રાપ્તિ, પછી તેને નિર્વહ ઈત્યાદિ શુકરાજને મળેલું અપૂર્વ ફળ સાંભળી તમે તે ગુણને ઉપાર્જવાનો આદરથી ઉધમ કરે. ” ઈતિ ભદ્રરૂપણાદિક ગુણ ઉ. પર શુક્રરાજની કથા.