________________
એકલઠાણું ઉચ્ચરાય છે. એમાં દુવિહાર તિવિહાર તથા ચઉવિહાર આવે છે. ચોથા ભેદને વિષે “પાણસ્સ લેવેણુ” ઇત્યાદિક અચિત પાણીના છે આગાર ઉચ્ચરાય છે. પાંચમા ભેદને વિષે પૂર્વે ગ્રહણ કરેલા સચિત્ત, - બે ઈત્યાદિ ચૌદ નિયમમાં સંક્ષેપ કરવા રૂપ દેશાવકાશિક વ્રત સવાર સાંજ ઉચ્ચરાય છે. ઉપવાસ, આંબિલ, અને નીચી એ ત્રણે પચ્ચખાણો પ્રાય તિવિહાર અથવા ચઉવિહાર હોય છે; પણ અપવાદથી તે નવી, પિરિસી ઈત્યાદિક પચ્ચખાણ દુવિહાર પણ હોય છે, કહ્યું છે કે–સાધુઓને રાત્રિને વિષે નમસ્કાર સહિત ચઉવિહારજ હોય છે. અને ભવચરિમ, ઉ. પવાસ તથા આંબિલ, એ ત્રણે પચ્ચખાણ તિવિહાર તથા ચઉવિહાર હોય છે. બાકીનાં પચ્ચખાણ દુવિહાર, તિવિહાર તથા ચઉવિહાર પણ હોય છે. એ રીતે પચ્ચખાણના વિષે આહારના ભેદ જાણવા.
હવે નવી, આંબિલ ઈત્યાદિકને વિષે કઈ વસ્તુ કહ્યું, અને કઈ ન કલ્પ ? એ વાતને નિર્ણય પિત પિતાની સામાચારી ઉપરથી જાણવે. અને નાગ, સહસાકાર ઈત્યાદિક આગારનું પચ્ચખાણ ભાષાદિકમાં કહેલું પ્રકટ
સ્વરૂપ સિદ્ધાંતના અનુસારે મનમાં સારી પેઠે રાખવું એમ ન કરે તો, પચ્ચખાણ શુદ્ધ થવાનો સંભવ રહેતો નથી.
એ મૂળગાથાના ઉત્તરાર્ધમાં આવેલા “દિશા ” એ પદની એવી રીતે સવિસ્તર વ્યાખ્યા કરી. હવે “ગુપૂરૂ૩૪” ઈત્યાદિ પદની વ્યાખ્યા કરિયે છીએ. મળમૂત્રનો ત્યાગ, દાતણ કરવું, જીભનું ઘસવું, કોગળા કરવા અને સર્વસ્નાન અથવા દેશસ્નાન ઇત્યાદિક કરીને પવિત્ર થવું. અહિં પવિત્ર થવું એ લેક પ્રસિદ્ધ વાતને અનુવાદ માત્ર જાણો. કારણ કે, મળમૂત્ર ત્યાગ વગેરે પ્રકાર લોક પ્રસિદ્ધ હેવાથી શાસ્ત્ર તે કરવા વિષેનો ઉપદેશ કરતું નથી. જે વસ્તુ લેક સંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તેજ વસ્તુનો ઉપદેશ કરે એ પિતાનું કર્તવ્ય છે, એમ શાસ્ત્ર સમજે છે. મળ મલિન ગાત્ર હોય તો ન્હાવું, ભૂખ લાગે તે ખાવું, એવી વાતોમાં શાસ્ત્રના ઉપદેશની બીલકુલ આવશ્યક્તા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ય એવા ઈહ પરલોક હિતકારી ધર્મ માર્ગને ઉપદેશ કરવાથીજ શાસ્ત્રની સફળતા થાય છે. એમ બીજે ઠેકાણે પણ જાણી લેવું. શાસ્ત્રના ઉપદેશ કરનારને
૧૧૮