________________
સાત તાતની વિણું. ૨૮ મહતી એટલે સો તારની વીણા. ૩પ તુંબવીણા તે તુંબડવાળી વીણું જાણવી. ૩૬ મુકુંદ તે એક જાતનો મુરજ છે. જે પ્રાયે ઘણું લીન થઇને બગડાય છે. ૩૭ હુડુક્કા પ્રસિદ્ધ છે. ૪૦ ડિડિમ તે પ્રસ્તાવનાનું સૂચક એક જાતનું વાજિંત્ર છે. ૪૨ કડબા, ૩૮ કરટિકા અને ૪૩ દર્દક પ્રસિદ્ધ છે. ૪૪ દર્દરિકા તે હાનો દર્દક જાણ. ૪૭ તલ એટલે હસ્તકાલ. ૫૪ વાલી એ એક જાતનું મુખવાજિંત્ર છે. ૫૭ બંધક એ પણ તૂણ સરખું મુખવાજિંત્રજ છે. બાકીના ભેદ લેકમાં પ્રસિદ્ધ હોય તે માફક જાણવા. - સર્વે વાજિંત્રના ભેદ ઓગણપચાસ જાતના વાજિંત્રના ભેદમાં સમાય
છે. જેમ વંશમાં વીલી, વેણુ, પરિલી અને બંધક એ વાજિંત્રો સમાય છે. શંખ, મૃગ, શખિકા, ખરમુખી, પિયા અને પરારિકા એ વાજિત્રે ઘણું ધમધમતા શબ પૂરતાં વાગે છે. પટલ અને પએવ એ બે ડાંડીથી ઠેકતાં વાગે છે. ભંભા અને હેરભા એ બે આસ્ફાલન કરતાં વાગે છે. ભેરી, ઉલ્લરી અને દુદુસિ એ ત્રણ ઠેકતાં વાગે છે. મુરજ, મૃદંગ અને નાંદી મૃદંગ એ ત્રણ આલાપ કરતાં વાગે છે. આલિંગ, કુસ્તંબ, ગોમુખી અને મર્દ એ ચાર જેરથી તાડના કરતાં વાગે છે. વિપંચી, વીણું અને વલકી એ ત્રણ મૂર્ચ્છના કરતાં વાગે છે. ભ્રામરી, વભ્રામરી અને પરિવાદની એ ત્રણ કિંચિત હલાવતાં વાગે છે. બીસા, સુઘોષા અને ને. દીષા એ ત્રણ ફેરવતાં વાગે છે. મહતી કચ્છપી અને ચિત્રવીણું એ ત્રણ કૂટતાં વાગે છે. આમ, ઝંઝા અને નકુલ એ ત્રણ મરડતાં વાગે છે.. તૂણ અને તુબવીણા એ બે સ્પર્શ કરતાં વાગે છે. મુકુંક, હુડુ અને ચિશ્ચિકી એ ત્રણ મૂચ્છના કરતાં વાગે છે. કરટી, ડિડિમ, કિણિત અને કંદ બા એ ચાર વગાડતાં લાગે છે. દર્દક, દરિકા, કુતુંબ અને કલશિકા એ ચાર ઘણી તાડના કરતાં વાગે છે. તલ, તાલ અને કાંસ્યતાલ એ ત્રણ માહો માંહે અફાળતાં વાગે છે. રિગિસિકા, લત્તિકા, મારિકા અને શિશુકુમારિકા એ. ચાર ઘસતાં વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરલી અને બંધૂક એ પાંચ કૂદતાં વાગે છે. આ પ્રમાણે વાજિંત્રના જુદા જુદા પ્રકાર કહ્યા છે.
:
•
૧ કર.