________________
અસંખ્યાત જીવમય જળ, અનંત જીવમય શૈવાળાદિક અને અન. ગળ પાણી હોય તેા તેમાં રહેલા પુરા પ્રમુખ ત્રસજીવ એમની વિરાધના થતી હોવાથી ન્હાવું દોષવાળુ છે. એ વાત પ્રસિદ્ધ છે. જળ જીવમય છે એ વાત લાકિકમાં પણ કહી છે. ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે કરાળીયાના મુખમાંથી નીકળેલા તતુ ઉપરથી ગળીને પડેલા પાણીના એક બિંદુમાં જે સૂક્ષ્મ જીવ! છે, તે જો ભ્રમર જેટલા થાય, તે ત્રણે જગતમાં સમાય નિહ.
--
હવે ભાવસ્નાન કહે છે:—ધ્યાનરૂપ જળથી કર્મરૂપ મળ દૂર કરવાથી જીવને જે સદાકાળ શુદ્ધતાનું કારણ તે ભાવસ્નાન કહેવાય છે. કોઇ પુરૂષને દ્રવ્યસ્નાન કરે છતે પણ જો ગુમડાં પ્રમુખ ઝરતાં હોય તે, તેણે પોતાની ચંદન, કેસર, પુષ્પ પ્રમુખ સામગ્રી આપીને બીજા માણસ પાસે ભગવાનની અંગપૂજા કરાવવી; અને અત્રપૂજા, તથા ભાવપૂજા પોતે કરવી. શરીર અપવિત્ર હાય તે પૂજાને બદલે આશાતના થવાનેા સંભવ છે, માટે પોતે અંગપૂજા કરવાને નિષેધ કર્યા છે. કહ્યું છે કે—જે અપવિત્ર પુરૂષ સસારમાં પડવાને ભય ન રાખતાં દેવપૂજા કરે છે, અને જે પુરૂષ ભૂમિ ઉપર પડેલા ફૂલથી પૂજા કરે છે. તે બન્ને ચંડાલ જાણવા. એ ઉપર નિચે પ્રમાણે દૃષ્ટાંત છેઃ—
કામરૂપ નગરમાં એક ચંડાલને પુત્ર થયા. તે થતાંજ તેના પૂર્વભવને વૈરી કાષ્ઠ વ્ય ંતર દેવતા હશે તેણે તેને હરણ કરી વનમાં મૂકયા. એટલામાં કામરૂપ નગરને રાજા સવાડીએ નીકળ્યા છે. તેણે વનમાં તે બાળકને દીઠે!. રાજા પુત્રહીન હતા તેથી તેણે તે ગ્રહણ કર્યા, પાળ્યે, અને તેનું પુણ્યસાર એવુ નામ દીધુ'. પુણ્યસાર તરૂણ અવસ્થામાં આવ્યા, ત્યારે પિતાએ તેને રાજ્ય સાંપીને દીક્ષા લીધી. કેટલેક કાળે ફ્રાસરૂપ નગરના રાજા કેવળી થઇ કામરૂપ નગરમાં આવ્યા. પુણ્યસાર, કેવળીને વંદના કરવા ગયા. સર્વ નગરના જને વાંદવા આવ્યા. પુણ્યસારની માતા ચંડાલી પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાતે જોઇ ચડાલીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. ત્યારે પુણ્યસાર રાજાએ કેવળી ભગવાનને એનું કારણુ પૂછ્યું, કેવળીએ કહ્યું, “હે રાજન! આ હારી માતા છે. તું વનમાં પડ્યા
૧૨૫