________________
નમ્ર, રાગી, મુસાફરી કરીને આવેલા, સારાં વસ્ત્ર તથા અલંકાર પહેરેલા, ભાજન કરી રહેલા, પોતાના સગા વહાલાને વળાવીને આવેલા અને ક્રાં પણ મંગલિક કાર્ય કરી રહેલા એટલા લોકોએ ન્હાવું નહીં. અજાણ્યા, વિષમ માર્ગવાળા, ચંડાલાદિક મલિન દ્વાકોએ દૂષિત કરેલા, છુક્ષાથી ઢંકાયલા અતે શેવાળવાળા એવા પાણીમાં ન્હાવું ઠીક નથી. ઠંડા પાણીથી ન્હાઇ તુરત ગરમ અન્ન તથા ગરમ પાણીથી ન્હાતે તુરત ઠંડું અન્ન ભક્ષણ ન કરવું. અને ગમે તેવા પાણીથી ન્હાયા પછી શરીરે કોઈ સમયે પણ તેલ ચોપડવું નહીંજ. ન્હાએલા પુરૂષની છાયા જો ભિન્ન ભિન્ન અથવા વિપ દેખાય, દાંત માંહે માંહે ધસાય, અને શરીરે મૃતકલેવર જેવા ગંધ આવે તે ત્રણ દિવસમાં તેનું મરણુ થાય. ન્હાઇ રહ્યા પછી જો તુરતજ છાતી અને એ પગ સૂકાઇ ળ્વય, તેા છઠે દિવસે મરણ થાય એમાં સશય નથી. સ્ત્રીસ`ગ કર્યું! હાય, ઉલટી થઇ હોય, સ્મશાનમાં ચિતાતા ધૂમાડા લાગ્યા હેય, ખાટું સ્વમ આવ્યું હોય, અને હજામત કરાવી હાય તા ગાળેલા શુદ્ધ જળથી ન્હાવું.
તેલમર્દન, સ્નાન અને ભાજન કરી તથા આભૂષણ પહેરી રહ્યા પછો, યાત્રાના તથા સંગ્રામના અવસરે, વિધાના આરંભમાં, ઉત્સવમાં, રા ત્રિએ, સંધ્યા સમયે, કાંઇ પર્વને દિવસે તથા ( એક વાર હજામત કરાવ્યા પછી ) નવમે દિવસે હમત ન કરાવવી. પખવાડીયામાં એક વાર દાઢી, મૂછ, માથાના વાળ તથા નખ કઢાકવા, પણ ઉત્તમ પુરૂષે પેાતાના હાથથી પોતાના વાળ તથા પેાતાના દાંતની અણીથી પોતાના નખ ન કાઢવા.
જળસ્નાન, શરીરને પવિત્ર કરી, સુખ ઉપજાવી પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ બીજા અષ્ટકમાં કહ્યું છે કે—પ્રાયે ખા ત્રસ પ્રમુખ જીવને ઉપદ્રય ન થાય, તેમ શરીરની ચામડી વગેરે ભાગની ક્ષણમાત્ર શુદ્ધિને અર્થે જે પાણીથી ન્હવાય છે, તેને દ્રવ્યસ્નાન કહે છે. સાવદ્ય વ્યાપાર કરનારા ગૃહસ્થ આ દ્રવ્યસ્નાન યથાવિધિ કરીને દેવની તથા સાધુની પૂજા કરે તે તેને એ સ્નાન પણ શુભ કરનારૂં છે, કારણ કે, એ દ્રવ્યસ્તાન ભાવશુદ્ધિનું કારણ છે. અને વ્યસ્નાનથી ભાવુંશુદ્ધિ થાય એ વાત અનુભવસિદ્ધ છે. માટે દ્રવ્યસ્નાનમાં કાંઈક કાય
૧૨૩