________________
વિરાધનાદિ દોષ છે, તે પણ બીજા સમકિત શુદ્ધિ વગેરે ધણા ગુણા હાવાથી એ ( દ્રષ્યસ્નાન ) ગૃહસ્થને શુભકારી જાવુ. વળી કહ્યુંછે કે-પૂજા તે વિશે જીવહિંંસા થાય છે તે નિષિદ્ધ છેતે પણ જીતેશ્વર ભગવાનની પૂજા સમકિત શુદ્ધિનું કારણછે, માટે શુદ્ધ જાણવી. સિદ્ધ એ થયું કે, દેવપૂજાદિક કાર્ય કરવું હોય તેાજ ગૃહસ્થને દ્રવ્યસ્નાનની અનુમેાદના (સિદ્ધાંતમાં) કહીછે. માટે વ્યસ્નાન પુણ્યને અર્થે છે, એમ જે કેટલાક કહેછે, તે દુર કર્યું એમ જાણવું. તીર્થમાં કરેલા સ્નાને કરીને દેહની કાંઇક શુદ્ધ થાય છે, પરંતુ જીવની તો એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. સ્કંદપુરાણમાં કાશીખંડને વિષે છડા અધ્યાયની અંદર કહ્યુ છે કે—દુરાચારી પુરૂષ! હજારા મળુ માટીથી શેકડા બેંડા પાણીથી તથા શેકા તીર્થેાના જળથી ન્હાય, તે પણ શુદ્ધ થતા નથી. જળચર જીવ જળમાંજ ઉત્પન્ન થાય છે, અને જળમાંજ મ રણ પામે છે; પણ મનના મેલ નહિ ધોવાયાથી તે સ્વર્ગે પણુ જતા નથી. જેનું ચિત્ત શમદમાદિકથી, મુખ સત્ય વચનથી અને શરીર બ્રહ્મચર્યથી શુદ્ધ છે, તે ગંગા નદીએ ગયા વિના પણ શુદ્ધજ છે. જેનું ચિત્ત રાગાદિથી, મુખ અસત્ય વચનથી અને શરીર જીવ હિંસાદિકથી મલિન હાય, તે પુરૂષથી ગંગા નદી પણ વેગળી રડે છે. જે પુરૂષ પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પારકું ( વૈર ) કરવાથી વેગળા રહે, તેને ઉદ્દેશીને ગંગા નદી પણ કહે છે કે—એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરસે ?
એના ઉપર એક કુળપુત્રની વાત છે, તે આ પ્રમાણે: —કોઇએક કુ ળપુત્ર ગંગા નામના તીર્થને વિષે જતા હતા, તેને તેની માતાએ કહ્યું કે, “ હે વત્સ ! તું જ્યાં ન્હાય, ત્યાં આ મ્હારા તુમડાને પણ ન્હેવરાવજે. એમ કહી તેને તેની માતાએ એક તુંબડું આપ્યું. કુળપુત્ર પણ ગંગા પ્રે મુખ તીર્થે જઈ માતાના વચન પ્રમાણે પાતાની સાથે તુંબડાને હવરાવી ઘેર આવ્યેા. ત્યારે માતાએ તે તુંબડાનું શાક રાંધી પુત્રને પીરસ્યું. પુત્રે કહ્યું. બહુજ કડવું છે. * માતાએ કહ્યું. “જો શેકડાવાર હવરાવ્યાથી પણ એ તુંબડાની કડવાશ ન ગઇ, તે સ્નાન કરવાથી હારૂં પાપ શી રીતે જતુ રહ્યું? તે ( પાપ ) તેા તપસ્યારૂપ ક્રિયાનુષ્ઠાનથીમ જાય. એવાં વચતથી કુળપુત્ર પ્રતિધ પામ્યા.
k
.
” માતાનાં
૧૨૪
ܐܕ