________________
નહિં, તેથી તેણે તેને કાડી મૂક્યા, અને યયેષ્ઠ દાન દ રાત્રિએ ચ૬૬સા ઉંટડી સ્વાર સાથે જઇ ખંખેરાપુરને ધર્યું, ત્યારે નગરમાં સાતસેક ન્યાઓને વિવાહના સમય હતો, તેમાં વિશ્ન ન આવે માટે તે રાત્રિ ભીંતી જાય ત્યાં સુધી વિલંબ કરીને પ્રભાત કાળ થતાંજ ચાડે દુર્ગ ( કિલ્લો ) હસ્તગત કર્યો. તેણે સાતક્રોડ સેલૈયા અને અગ્યારસા ઘેાડા અખેરાના રાજાના લીધા, અને બટ્ટથી દુર્ગનું ચુર્ણ કરી નાંખ્યું. તે દેશમાં પોતાના સ્વામીની ( કુમારપાળની ) આજ્ઞા ચલાવી, અને સાતસે સાલવીને ઉસવ સહિત પોતાના નગરમાં લઇ આવ્યે. કુમારપાળે કહ્યું. “બહુ ઉદારતા એ એક દ્વારામાં દોષ છે. તેજ દોષ તને દ્રષ્ટિ દેાષથી પેાતાનું રફાલ્ગુ કર વાના એક મત્ર છે એમ હું જાણું છું. કારણ કે, તું મ્હારા કરતાં પણ દ્રવ્યને વ્યય અધિક કરે છે.’” ચાહડે કહ્યું. “મને મ્હારા સ્વામિનું બળ છે તેથી હું અધિક વ્યય કરૂ છું. આપ ના ખળથી અધિક વ્યય કરો ?’ ચાહડનાં એવાં ચતુરતાનાં વચનથી કુમારપાળ પ્રસન્ન થયા, અને તેણે અહુ માન કરી ચાહડને ‘‘ત્તજ્ઞવE” એવું બિરૂદ આપ્યું. બીજાએ વાપરેલું વસ્ત્ર ન લેવું તે ઉપર આ દૃષ્ટાંત છે.
વળી પોતે સારા સ્થાનકથી અથવા પોતે જેના ગુણ જાણતા હોય, એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ, માર્ગ એ સવૈંની પવિત્રતાની યતના રાખવા પ્રમુખ યુક્તિથી પાણી, ફૂલ ઈત્યાદિક વસ્તુ લાવવી. ફૂલ પ્રમુખ આપનારને સારૂં મૂલ્ય વગેરે આપીને રાજી કરવા. તેમજ, સારા મુખકેશ બાંધી પવિત્ર ભૂમિ જોઇ યુક્તિથી જેમાં જીવતી ઉત્પત્તિ ન હોય, એવાં કેશર, કસૂર પ્રમુખ વસ્તુથી મિશ્ર કરેલું ચ દન ધસવું. વીણેલા અને ઉંચા આખા ચાખા, શેાધેલા ધૂપ અને દીપ, એવું નહિ થએલું એવું સરસ નૈવેધ તથા મનહર મૂળ ઈત્યાદિ સામગ્રી એફડી કરવી. એવી રીતે દ્રવ્ય શુદ્ધિ કહી છે. રાગ, દ્વેષ, કષાય, ઈષ્યા, ઇલાકની તથા પરલોકની ઇચ્છા, કતુક તથા ચિત્તની ચપળતા ઇત્યાદિ દોષ મૂકીને ચિત્તની એકાગ્રતા રાખવી તે ભાવશુદ્ધિ જાણવી. કહ્યું છે કે —મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજાનાં ઉપકરણ અને સ્થિતિ (આસન પ્રમુખ) એ સાતેની શુદ્ધિ ભગવાનતી પૂર્જા કરતી વેળાએ રાખવી.
૧૨૮