________________
ઢગૂમડા ઉપર પિટીસ બાંધવાથી પણ અનુક્રમે આંબિલ તથા ઉપવાસનો ભંગ થવાનો પ્રસંગ આવે. એમ માનવાને વ્યવહાર પણ નથી કદાચિત કોઈ એમ માને છે, લેભાહાર નિરંતર ચાલવાનો સંભવ હેવાથી પચ્ચખાણના અભાવનો પ્રસંગ આવી પડે છે.
હવે અનાહાર વસ્તુ વ્યવહારમાં ગણાય છે તે આ રીતે –લીમડાનાં પંચાંગ (મૂલ, છાલ, પત્ર, ફુલ, ફળ), મૂવ, ગળો, કડુ, કરિયાતું, અતિ વિષ, ફૂડ, ચીડ, સુખડ, રક્ષા, હળધર, રેહિણ, ઉપલેટ, વજ, ત્રિફળાં, બાવળની છાલ, ધમાસો, નાહિ, આસંધ, રિંગણ, એળી, ગુગ્ગલ, હરડેદલ, વણિ, બોર, છાલમૂલ, કચેરીમૂલ, કેરડા મૂલ, Vઆડ, બેથેરી, આછી, મછડ, બોર, બી3, કુઆરી, ચિત્રક, કુદરૂ વગેરે બે સ્વાદની વસ્તુ રેગાદિ સંકટ હોય તે ચઉવિહારમાં પણ કહે છે. શ્રીકલ્પમાં અને તેની વૃત્તિમાં ચેથા ખંડને વિષે શિષ્ય આહાર અને અનાહાર વસ્તુના લક્ષણ તે વિશેષ પુછે છે. આચાર્ય કહે છે –ભાત પ્રમુખ શુદ્ધ એક જ સુધાને શમાવે, તેને આહાર કહે છે. તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ભેદથી ચાર પ્રકાર છે. તથા તે આહારમાં બીજી વસ્તુ જે પડે છે, તે પણ આહારજ કહેવાય છે. હવે એકાંગિક ચતુર્વિધ આહારની વ્યાખ્યા કરીએ છીએ. ભાત એકાંગિક એટલે શુદ્ધ એકલો જ ભુખને નાશ કરે છે, માટે એ અશન આહાર રૂપ પ્રથમ ભેદ જાણ (૧) છાશ, જળ મધાદિક વસ્તુ પણ એકાંગિક એટલે શુદ્ધ એકલી સુધાનો નાશ કરે છે, માટે એ પાન આહાર રૂપ બીજો ભેદ જાણ (૨) ફળ માંસ ઈત્યાદિક વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભુખનો નાશ કરે છે, માટે એ ખાદિમ આહાર રૂ૫ ત્રીજો ભેદ જાણ (૩) મધ, શેળવીને ઉકાળી ઘટ કરે રસ વગેરે વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભુખને નાશ કરી શકે છે, માટે એ સ્વાદમ આહાર રૂપ ચે ભેદ જાણ ૪.
હવે આહારમાં જે બીજી વસ્તુ પડે છે, તે પણ આહાર કહેવાય છે. એમ કહ્યું તેની વ્યાખ્યા એ છે કે જે વળી લવણાદિક એકાંગિક (શુ6 એકલી) વસ્તુ ભુખ ટાળવાને સમર્થ ન હોય, પણ ચતુર્વાધ આહારને વિષે કામમાં આવતી હોય, તે વસ્તુ ગમે તે આહારમાં પડેલી હોય