________________
છે. જે પુરૂ રાત્રે ચઉવિહાર પચ્ચખાણ અને દિવસે ગ્રંથિસહિત પચ્ચખા લઈ એક ઠેકાણે બેસી એક વાર ભોજન તથા તાંબૂલ વગેરે ભક્ષણ કરવું, અને પછી વિધિપૂર્વક મુખશુદ્ધિ વગેરે કરવી, એવી રીતે એકાશન કરે, તેને એક માસમાં ઓગણત્રીસ ચઉવિહાર ઉપવાસ કરયાનું ફળ પ્રાપ્ત થાય. તેમજ ઉપર કહેલ વિધિ પ્રમાણે રાત્રે ચઉવિહાર પચ્ચખાણ અને દિવસે બિયાસણું કરે તો તેને એક માસમાં અઠાવીસ ચઉવિહાર ઉપવાસ કરયાનું ફળ પ્રાપ્ત થાય. એમ વૃદ્ધ લોકો કહે છે. ભજન, તાંબુલ, પાણી વગેરે વાપરતાં રોજ બે બે ઘડી લાગવાનો સંભવ છે. એ રીતે ગણુતાં એ કાશન કરનારી સાઠ ધડી અને બિયાસણું કરનારની એકસો વીસ ઘડી એક મહિનાની અંદર ખાવા પીવામાં જાય છે. તે બાદ કરતાં બાકી રહેલા અનુક્રમે ઓગણત્રીશ, અડાવીસ દિવસ ચઉવિહાર ઉપવાસમાં ગણાય એ પ્રકટ છે. પદ્મચરિત્રમાં કહ્યું છે કે–જે પુરૂષ લાગેટ બિયાસણાનું પચ્ચખાણ લઇને પ્રતિદિન બે વાર ભોજન કરે, તે એક માસમાં અાવીસ ઉપવાસનું ફળ પામે છે. જે પુરૂષ બે ઘડી સુધી દરરોજ ચઉવિહાર પચ્ચખાણ કરે, તે એક માસમાં એક ઉપવાસનું ફળ પામે, અને તે ફળ દેવલોકમાં ભેગવે. કોઈ અન્ય દેવતાની ભક્તિ કરનારે જીવ ર્તપસ્યાથી જે દેવલોકમાં દસ હજાર વર્ષની સ્થિતિ પામે, તે જિનધમ જીવ જિનમહારાજે કહેલી તેટલીજ તપસ્યાથી ક્રોડ પલ્યોપમની સ્થિતિ પામે. એવી રીતે યથાશકિત બે બે ઘડી ચઉવિહાર વધારે, અને તે પ્રમાણે રાજ કરે તો તે જીવને એક મહિનામાં પચ્ચખાણના કાળમાનની વૃદ્ધિ માફક ઉપવાસ, છઠ, અઠમ ઇત્યાદિક શાસ્નેક્ત ફળ થાય. એવી યુક્તિથી ગ્રંથસહિત પચ્ચખાણનું ફળ ઉપર કહેલું વિચારી લેવું. ગ્રહણ કરેલા સર્વ પચ્ચખાણનું વારંવાર સ્મરણ કરવું. પચ્ચખાણની પોત પોતાની કાળ મર્યાદા પૂરી થતાં જ મહારૂં ફલાણું પચ્ચખાણ પૂરું થયું, એમ વિચારવું. ભોજનની વેળાએ પણ પચ્ચખાણનું સ્મરણ કરવું. જો તેમ ન કરે તે કદાચિત પચ્ચખાણને ભંગ વગેરે થવાનો સંભવ છે.
હવે અશન, પાન, ખાદિગ, સ્વાદિમ વગેરેનો વિભાગ એ રીતે જાછે. અન્ન, ખાજા, દહિથરાં પ્રમુખ પકવાન, માડા, સાથુઉં વગેરે સર્વ જે
૧૧૪