________________
સાવધ આરંભની વચનથી અનુમાદના કરવી એ પણ યોગ્ય નથી. વળી કહ્યું છે કે જે સાવધ અને અનવદ્ય વચનના ભેદ વિશેષ જાણતો ન થી, તે મુખમાંથી એક વચન બોલવા પણ યોગ્ય નથી. તે પછી દેશના કરવાની તો વાત કયાંથી હોય!
મળમૂત્રને ત્યાગ તે મૌન કરી નિરવધિ તથા યોગ્ય સ્થાન વગેરે જેવાના વિધિથીજ કરવો ઉચિત છે. કહ્યું છે કે– મળમૂત્રનો ત્યાગ, સ્ત્રીસંભોગ, સ્નાન, ભજન, સંધ્યાદિ કર્મ, દેવપૂજા અને જપ એટલાં કાર્યો ૌન રાખીને જ કરવાં. વિવેક વિલાસમાં પણ કહ્યું છે કે– પ્રભાતે, સાંયંકાળે તથા દિવસે ઉત્તર દિશામાં અને રાત્રિને વિષે દક્ષિણ દિશાએ મુખ કરી, મન રાખી તથા વસ્ત્ર ઓઢીને મળમુત્રને ત્યામ કરે. સંપૂર્ણ નક્ષત્રો નિસ્તેજ થએ છતે સૂર્યબિંબનો અર્થો ઉદય થાય ત્યાં સુધી પ્રભાત સ ધ્યાને સમય કહેવાય છે. સૂર્યબિંબના અર્થો અસ્તથી માંડી બે ત્રણ નક્ષત્રે આકાશમાં ન દેખાય, ત્યાં સુધી સાયં સંધ્યાનો સમય જાણો. મળમૂત્રને ત્યાગ કરે હોય તે, જ્યાં રક્ષા, છાણ, ગાયોનું રહેઠાણ, રાફડા, વિષ્ટ વગેરે હોય, તે સ્થાન તથા ઉત્તમ વૃક્ષ, અગ્નિ, માર્ગ, તળાવ વગેરે સ્મશાન, નદી કિનારે તથા સ્ત્રીઓ અને પિતાના વડીલો એમની
જ્યાં દષ્ટિ પડતી હોય, એવી જગ્યા તજવી. આ નિયમો ઉતાવળ ન હોય તે સાચવવા. ઉતાવળ હોય તે સર્વે નિયમ સાચવવા જ જોઈએ એમ નથી.
શ્રી ઓઘનિર્યુક્તિ આદિક ગ્રંથને વિષે પણ સાધુઓને ઉદ્દેશીને કહ્યું છે કે-જ્યાં કોઈ માણસની આવજાવ નથી, તથા જે સ્થળની અંદર કોઈની દષ્ટિ પણ પડતી નથી, જ્યાં કોઈને અપ્રીતિ ઉપજવાથી શાસનના ઉડાહનું કારણ તાડનાદિક થવાનો સંભવ નથી, ભૂમી સરખી હોવાથી જ્યાંથી પડી જવાય તેવું નથી, તૃણ આદિક વસ્તુથી જે ઢંકાયેલું નથી, જ્યાં વીંછી અને કીડી આદિકનો ઉપદ્રન નથી, જ્યાંની ભૂમિ અગ્નિ વગેરેના તાપથી ડાકાળની અચિત્ત કરેલી છે, જેની નીચે ઓછામાં ઓછી ચાર આગળ ભૂમિ અચિત્ત છે, વાડી, બંગલા વગેરેના સમીપ ભાગમાં જે આવે
નથી, ઓછામાં ઓછું એક હાથજ વિસ્તારવાળું, ઉંદર, કીડી પ્રમુખનાં બિલ, ત્રસજીવ અને જ્યાં બીજ (સચિત્ત ધાન્યના દાણું પ્રમુખ) નથી,
૧૧૮