________________
અથવા તે છૂટી હોય, તે પણ આહારની અંદરજ ગણાય છે. ભાત પ્રમુખ અશનમાં મીઠું, હીંગ, જીરું વગેરે વસ્તુ આવે છે, પાણી પ્રમુખ પાનમાં કપૂર વગેરે વસ્તુ આવે છે. આંબા આદિકના ફળ રૂપ ખાદિમમાં સૂકત વગેરે વસ્તુ આવે છે, તથા મગફળી અને સુંઠ વગેરે સ્વાદિમમાં ગોળ ઈત્યાદિ વસ્તુ આવે છે, એ અંદર આવનારી કપૂરાદિ વસ્તુ પોતે સુધાનો નાશ કરી શકતી નથી, તથાપિ સુધાનો નાશ કરનાર આહારને મદદ કરે છે, માટે એ પણ આહારમાં જ ગણાય છે. એ ચતુર્વિધ આહાર મૂકીને બાકી રહેલી સર્વ વસ્તુ અનાહાર કહેવાય છે. અથવા ભૂખથી પીડાયલો જીવ જે કાંઈ કાદવ સરખી વસ્તુ પિટમાં નાંખે છે, તે સર્વ આહાર જાણો. ઔષધ વગેરેની ભજના છે, એટલે આધમાં તે કેટલાક આહાર છે, અને કેટલાક અનાહાર છે. તેમાં સાકર અને ગોળ મુખ્ય ઓષધ આહારમાં ગણાય છે, અને સર્વે કરડેલા માણસને માટી પ્રમુખ આષધ અપાય છે, તે અનાહાર જાણવું. અથવા જે વસ્તુ ભૂખથી પીડાયેલા માણસને ખાધા ફરતાં સ્વાદ આપે, તે સર્વ આહાર જાણુ. અને હું આ વસ્તુ ભક્ષણ કરૂં” એવી રીતે જે વસ્તુ ખાવાની કોઈને પણ ઈચ્છા ન થાય, તથા જે જીભને પણ બે સ્વાદ આ પે, તે સર્વ વસ્તુ અનાહાર જાણવી. તે આ રીતે –કાલિકી, લીમડાદિકની છાલ, પંચમલાદિક મૂળ, આમળાં, હરડાં બહેડાં ઈત્યાદિક ફળ એ સ. વિ અનાહાર છે.
નિશીથચૂર્ણિમાં તો–લીમડા પ્રમુખ વૃક્ષની છાલ, તેમનાં જ લિંબેબી પ્રમુખ ફળ અને તેમનાં મૂળ ઈત્યાદિ સર્વ અનાહાર જાણવાં.
વળી પચ્ચખાણ ઉચ્ચારને વિષે પાંચ ભેદ છે. પ્રથમ ભેદને વિષે નવકારશી, પરિસી પ્રમુખ તેર કાળ પચ્ચખાણ ઉચ્ચરાય છે. એ કાળ પચ્ચખાણ પ્રાયે સર્વ ચઉવિહાર (ચતુવિધ આહાર ત્યાગ રૂ૫) હોય છે. બીજા ભેદને વિષે વિગય નીવી અને આંબીલ એમનો ઉચ્ચાર (પાઠ) આવે છે. વિશયનું પચ્ચખાણ વિગયનો નિયમ રાખનાર તથા ન રાખનાર . એ સર્વેને પણ હેય. કારણ કે, શ્રાવક માત્રને પ્રાયે ચાર અભક્ષ્ય વિગયને ત્યાગ હેાય છેજ તેથી. ત્રીજા ભેદને વિષે એકાસણું, બીયાસણું, અને
૧૧૭