________________
એવી રીતે નિયમ લીધા પછી યથાશક્તિ પચ્ચખાણ કરવું. તે નવકારસી, પિરસી વગેરે કાળ પચ્ચખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચાર્યું હોય, તે શુદ્ધ થાય, નહિ તે નહિ. બાકીનાં પચ્ચખાણ તો સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસી પચ્ચખાણ જે સૂર્યોદય પહેલાં ઉચાર્યું હોય, તે તે પૂરું થયા પછી પણ પિત પિતાની કાળમર્યાદામાં પિરસી વગેરે સર્વે કાળ પચ્ચખાણ કરાય છે. નવકારસી પચ્ચખાણ પલાં ન કર્યું હોય તે, સૂર્યોદય થયા પછી કાળ પચ્ચખાણ શુદ્ધ થતું નથી. જે સૂર્યોદય પહેલાં નવકારસી પચ્ચખાણ વિના પારસી વગેરે પચ્ચખાણ કર્યું હોય તે, તે પૂરું થયા પછી બીજું કાળ પચ્ચખાણ શુદ્ધ થતું નથી. પણ તે સૂર્યોદય પહેલાં કરેલું પચ્ચરમાણપૂરું થતા પહેલા બીજું કાળ પચ્ચખાણ લે તે શુદ્ધ થાય છે, એ વૃદ્ધ પુરૂષેનો વ્યવહાર છે. નવકારસી પચ્ચખાણનું બે ધડી જેટલું પ્રમાણ તેના છેડા આગર ઉપરથી જ પ્રકટ જણાય છે. નવકારસી પચ્ચખાણ કર્યા પછી બે ઘડી ઉપરાંત પણ નાલંકારનો પાઠ કર્યા વગર ભોજન કરે તે પચ્ચખાણનો ભંગજ થાય કારણ કે, પચ્ચખાણ દંડકમાં “નમુક્ષર ” એમ કહ્યું છે.
જેને પ્રમાદ છેડવાની ઈચ્છા હોય, તેણે પચ્ચખાણ વિના ક્ષણમાત્ર રહેવું ઉચિત નથી. નવકારસી પ્રમુખ કાંળ પચ્ચખાણ પૂરું થાય તે સમછે, મંઠિયહિ વગેરે કરવું. જેને વારંવાર આષધ વગેરે લેવું પડતું હોય, એવા બાળક, રેગી ઈત્યાદિકથી પણ ગ્રંથિસહિત પચ્ચખાણ શેહેલાઈથી થાય એમ છે. એથી હમેશાં પ્રમાદ રહિતપણું રહે છે માટે નું ફળ હેપ્યું છે. એક સાળવી મધ માંસ વગેરે વ્યસનોમાં ઘણે આસક્ત હતા, તે માત્ર એક જ વાર ગ્રંથિ સહિત પચ્ચખાણ કરવાથી કપર્દી યક્ષ થશે. એ દષ્ટાંત અહિં જાણવું. કહ્યું છે કે– જે પુરૂષો પ્રમાદ રહિત થઈને ગ્રંથિમહિત પચ્ચખાણની ગાંઠ બાંધે છે, તેમને સ્વર્ગનું તથા મોક્ષનું સુખ પિતાની ગાંઠે બાંધ્યું. જે ધન્ય પુરૂષ ન ભૂલતાં નવકાર ગણીને ગ્રંથિસહિં પચ્ચખાણની ગ્રંથિ છોડે છે, તે પિતાના કર્મની ગાંઠ છોડે છે. જે મુંકિત પામવાની ઇચ્છા હોય તો એ રીતે પચ્ચખાણ કરી પ્રમાદ છેડવાને અભ્યાસ કરે. સિદ્ધાંતના જાણ પુરૂષો એનું પુણ્ય ઉપવાસ જેટલું કહે
૧૧૩