________________
શ્રાવકધર્મ અંગીકાર કરી અચિત્ત અને કોઈએ આપેલા અન્ન પાનને ભગવનારા તે (અબડના શિષ્ય ) એક વખત એક અટવીમાંથી બીજી અટવીમાં ફરતા ગ્રીષ્મ ઋતુને વિષે ઘણું તૃષાતુર થઈ ગંગા નદીના તટ ટ ઉપર આવ્યા. ત્યાં “ગંગા નદીનું જળ સચીત અને અદત ( કોઈએ ન આપેલું) હેવાથી, ગમે તે થાય તો પણ અમે નહી લઈશું”. એવા દઢ નિશ્ચયથી અનશન કરી પાંચમાં બ્રહ્મ દેવલોકમાં છંદ સમાન દેવતા થયા. એવી રીતે સચીત વસ્તુના ત્યાગને વીષે યતના રાખવી. જેણે પૂર્વે ચાદ નીયમ લીધા . હોય, તેણે તે નીયમોમાં પ્રતીદીન સંક્ષેપ કરવિ, અને બીજા પણ નવા નીયમ યથાશક્ત ગ્રહણ કરવા. ચોદ નીયમ કહ્યા છે તે એવી રીતે કે –સચીત્ત ૧, દ્રવ્ય ૨, વગય ૩, પગરખાં ૪, તાંબૂલ ૫, વસ્ત્ર ૬, ફૂલ ૭, વાહન ૮, શયન ૯, વિલેપન ૧૦, બ્રહ્મચર્ય ૧૧, દિશા પરિમાણ ૧૨, સ્નાન ૧૩, ખોરાક ૧૪ એ ચદ નિથમ જાણવા.
૧ સુશ્રાવકે મુખ્ય માર્ગથી તો સચિત્તને સર્વથા ત્યાગ કર જોઈએ. તેમ કરવાની શકિત ન હોય તે નામ લઈને અથવા સામાન્યથી એક બે ઈત્યાદિ સચિત્ત વસ્તુનો નિયમ કરો. કહ્યું છે કે–અચિત્ત અને નિરવધ આહારી આહારથી આત્માનું પોષણ કરનારા સુશ્રાવકો એવા ( સચિત્તત્યાગી ) હોય છે. ૨ સચિત્ત અને વિગય છોડીને બાકી રહેલી જે કોઈ વસ્તુ મુખમાં નંખાય છે, તે સર્વ દ્રવ્ય જાણવું. ખીચડી, રોટલી, નવીયાતા લાડવા, લાપશી, પાપડ, ચૂરમુ, દહીંભાત, ખીર ઇત્યાદિક વસ્તુ ઘણું ધાન્યાદિકથી બનેલી હોય છે, તે પણ રસાદિકને અન્ય પરિણામ થવાથી એકેકજ વસ્તુ ગણાય છે. પિળી, જાડા રોટલા, માંડા, ખાખરા, ઘૂઘરી, ઢોકળાં, ભૂલી, બાટ, કણેક વગેરે વસ્તુ એક ધાન્યની બનેલી હોય છે, તે પણ પ્રત્યેકનું નામ જૂદું પડવાથી તથા સ્વાદમાં પણ ફેર થવાથી જૂદા જૂદા દ્રવ્ય ગણાય છે. ફલા, ફલિકા ઈત્યાદિકને વિષે નામ એક છે, તે પણ મિત્ર સ્વાદ પ્રકટ દેખાય છે, તેથી તથા રસાદિકને પરિણામ પણ અન્ય હોવાથી તે ઘણું દ્રવ્ય ગણાય છે. અથવા પિતાને અભિપ્રાય તથા સંપ્રદાય ઉપરથી બીજી કોઈ રીતે પણ દ્રવ્ય ગણવા. ધાતુની શલાકા
૧૧૧