________________
કહ્યું છે કે–પુષ્પ, ફળને, મઘાદીકને, માંસ અને સ્ત્રીને રસ જાણતા છતાં પણ જે વૈરાગી થયા, તે દુષ્કરકારક ભવ્ય જીવોને વંદના કરું છું. - સર્વે સચિત્ત વસ્તુમાં નાગરવેલનાં પાન છેડવાં બહુ મુશ્કેલ છે. મરણ કે, બાકી સર્વે સચિત્ત વસ્તુ તેમાં પણ વિશેષ કરીને કેરીઆદિક અચિત્ત થાય તે પણ તેમાં પ્રાયે મીઠાશ, સ્વાદ વગેરે રહે છે, પણ નાગરવેલના પાનમાં તે બિલકુલ સ્વાદ રહેતો નથી. સચિત્ત નાગરવેલના પાનમાં તો જળની ભીનાશ વગેરે હમેશાં રહેવાથી નીલી (લીલફલ ) તથા કુંથુઆ વગેરે જીવની ઉત્પત્તિ થવાને લીધે તેની ઘણી વિરાધના થાય છે. માટે જ પાપ ભીરૂ પુરૂષે રાત્રે પાન વાપરતા નથી. અને જે કોઈ વાપરે છે તે પણ રાત્રે ખાવાનાં પાન દિવસે સારી પેઠે તપાસી શોધી રાખેલાંજ વાપરે છે. બ્રહ્મચારી શ્રાવકે તે તે કામવિકાઝી વૃદ્ધિ કે રનારાં હોવાથી (નાગરવેલનાં પાન ) જરૂર ખાવાં નહિ જોઈએ. આ ( નાગરવેલનાં પાન )પ્રત્યેક વનસપતિ છે ખરાં, પણ પ્રત્યેક પાન, કૂલ, ફળ ઈયાદિક એકેક પ્રત્યેક વનસ્પતિને વિષે તેની નિશાથી રહેલા અસંખ્યાતા છવની વિરાધના થવાનો સંભવ છે. કહ્યું છે કે પર્યાપ્ત જીવની નિશ્રાએ અપર્યાપ્તા છેવોની ઉત્પત્તિ થાય છે. તે પણ
જ્યાં એક પર્યાપ્ત છવ, ત્યાં અસંખ્યાતા અપર્યાપ્ત જીવ જાણવા. આદર એકેદ્રિયોને વિષે એમ કહ્યું છે. તેમજ સુક્ષ્મને વિષે તો જ્યાં, એક અપર્યાપ્ત, ત્યાં તેની નિશ્રાએ અસંખ્યાતા પર્યાપ્ત હોય છે. એ વાત આચારાંગસુત્ર વૃત્તિ વગેરે ગ્રંથને વિષે કહી છે. એવી રીતે એક પણ પત્ર, ફળ ઇત્યાદિકને વિષે અસંખ્યાતા જીવની વિરાધના થાય છે. અને જે કદાચિત તે પત્રાદિક ઉપર લીલફુલ વગેરે હોય તે તો અનંતા જીવની પણ વિરાધના થાય છે. જળ, મીઠું ઇત્યાદિ વસ્તુ અસંખ્યાતા છવ રૂપ છે. પૂર્વચાર્યનું વચન એવું છે કે, તીર્થકરેએ એક જળબિંદુને વિષે જે જીવ કહ્યા છે, તે જીવ સરસવ જેટલા થાય તે જબૂદીપમાં સમાય નહિ. લીલા આમળા જેટલી પૃથ્વીકાય પિંડમાં જે જીવ હોય છે, તે પારેવા જેટલા થાય તે જંબુદ્વીપમાં સમાય નહિ. સર્વ સચિત્તનો ત્યાગ કરવા ઉપર અંબડ પરિવ્રાજકતા સાતસો શિષ્યોનું દષ્ટાંત જાણવું.
૧૧૦